Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Vadodara Youth Trith Shah Country Team Lead At NASAs Competition

વડોદરાના યુવાને નાસાની સ્પર્ધામાં દેશની ટીમને લીડ કરી

City Reporter, Vadodara | Apr 03, 2017, 02:10 AM IST

  • ટીમમાં અન્યુન શર્મા, બિરસા ઘોડાસર, ચિરાગ કુલકર્ણી, દીક્ષિત કલાસિયા, સાર્થક અગ્રવાલ અને તીર્થ શાહનો સમાવેશ થાય છે
વડોદરા: અવકાશમાં આવેલા ગ્રહો પર પરિવહન માટે ખાસ વાહન રોવરનો ઉપયોગ કરાય છે. વિશ્વમાં અવકાશ સંશોધન ક્ષેત્રે સૌથી પ્રતિષ્ઠિત ગણાતી સંસ્થા નાસા દ્વારા આયોજિત ચોથી હ્યુમન એક્સપ્લોરેશન ચેલેન્જમાં મૂળ વડોદરાના અને મુંબઇની મૂકેશ પટેલ મેનેજમેન્ટ સ્કૂલ ઓફ ટેક્નોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તીર્થ શાહ સહિત છ વિદ્યાર્થીઓની ટીમની પંસદગી થઇ છે. ટીમનો લીડર તીર્થ શાહ મૂળ વડોદરાનો છે અને હાલમાં તે મુંબઇની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે.
 
વેસ્ટમાંથી રોવરની ડિઝાઇન તૈયાર કરી, રોવરની પેટન્ટ પણ ફાઇલ કરી
 
ટીમ લીડર તીર્થ શાહે અમેરિકાથી સ્પર્ધા વિશેની માહિતી આપતાં જણાવ્યું કે નાસામાં હરીફાઇ ચાલુ છે. અમારા રોવરે સમગ્ર રસ્તો પૂરો કર્યો છે. નાસા દ્વારા મંગળ અને ચંદ્રનો ટ્રેક તૈયાર કરાયો છે. અમે ડિઝાઇન કરેલી રોવરની વિશેષતા એ છે કે રોવરને રોકેટમાં ફોલ્ડ કરીને એસ્ટ્રોનેટ પોતાની સાથે લઇ જઇ શકે છે અને ગ્રહ પર ઉતરીને તેમાં બેસીને આગળ વધી શકે છે. અમે બનાવેલ રોવર માટે એક પણ વસ્તુની ખરીદી કરી નથી વેસ્ટમાંથી જ રોવરની ડિઝાઇન તૈયાર કરાઇ છે. અમે રોવરની પેટન્ટ પણ ફાઇલ કરી છે.

108 કિલોનું રોવર વિદ્યાર્થીઓએ બનાવ્યું
 
નાસાના કેન્દ્રમાં ચોથી હ્યુમન એકસપ્લોરેશન ચેલેન્જ સ્પર્ધા માટે સતત છ મહિનાની તૈયારી સાથે 108 કિલોનું રોવર વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું હતું જે અન્ય ગ્રહોની સપાટી પર સંશોધકો કે સામાનનું પરિવહન કરી શકે.

આગળની સ્લાઇડમાં વાંચો,સ્પર્ધા માટે મંગળ, ચંદ્રનો માર્ગ બનાવ્યો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vadodara youth Trith Shah Country team lead at NASAs competition
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended