Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Vadodara In Notice Of Cheating Govinda And Kapil Dev In The Name Of Holi Day Picnic

વડોદરા:હોલિ ડે પિકનિકના નામે ઠગાઇ, ગોવિંદા અને કપિલદેવને નોટિસ

Bhaskar News, Vadodara | May 13, 2017, 02:33 AM IST

  • વડોદરા:હોલિ ડે પિકનિકના નામે ઠગાઇ, ગોવિંદા અને કપિલદેવને નોટિસ,  vadodara city news in gujarati
(ગોવિંદા અને કપિલદેવની ફાઇલ તસવીર)
 
વડોદરા: હોલિડે પિકનિક માટે 20 વર્ષના સભ્ય બનાવી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવા બદલ સનસ્ટાર ધ ક્લબના ત્રણ ડાઇરેક્ટરો બોલીવુડ સુપર સ્ટાર ગોવિંદા, રવિ કુમાર, પૂર્વ ક્રિકેટર કપિલદેવ અને સનસ્ટાર ધ ક્લબના વહીવટકર્તાઓને જાગૃત નાગરિક સંસ્થાએ રૂા.3,54,078નું વળતર ચૂકવવા નોટિસ આપી છે.

વહીવટકર્તા સહિત 5ને 3.54 લાખ વળતર ચૂકવવા નોટિસ
 
સનસ્ટાર ધ ક્લબ દ્વારા હોલિ-ડે પિકનિક માટે રૂા.1.65 લાખ લઇને ગ્રાહકને 20 વર્ષ સુધી સભ્ય બનાવાય છે અને સભ્યને દેશનાં વિવિધ ફરવા લાયક સ્થળોની પેકેજ પ્રમાણે ટુર આપવામાં આવે છે. આ ક્લબના સંચાલકો દ્વારા વડોદરામાં જેતલપુર રોડ ઉપર તિલક કોમ્પ્લેક્ષમાં ઓફિસ શરૂ કરવામાં આવી હતી.  આ ક્લબમાં બોલિવુડ સુપર સ્ટાર ગોવિંદા, રવિ કુમાર અને પૂર્વ ક્રિકેટર કપિલદેવ જોઇન્ટ ડિરેક્ટરો છે. આ ત્રણે ડિરેક્ટરોએ પોતાની ક્લબમાં સભ્ય બનાવવા માટે જાહેરાતો કરી હતી.   સનસ્ટાર ધ ક્લબમાં સભ્ય બનાવવા માટે દેશની સેલિબ્રિટીઓ અને ક્લબના ડાઇરેક્ટરો દ્વારા કરવામાં આવેલી જાહેરાતોને જોઇ વડોદરાના ડો. સ્નેહલ શાહ, ડો. હિના શાહ અને ડો. પ્રધાન રૂપિયા 1.65 લાખ ભરીને 20 વર્ષના સભ્યો બન્યાં હતાં.
 
વડોદરાના ત્રણે તબીબો પેકેજ પ્રમાણે ગોવા ગયા હતા
 
દરમિયાન સનસ્ટાર ક્લબ દ્વારા મુંબઇ-ગોવાનું પેકેજ આપવામાં આવ્યું હતું. વડોદરાના ત્રણે તબીબો પેકેજ પ્રમાણે ગોવા ગયા હતા. ક્લબ દ્વારા જે હોટલ અપાઇ હતી તે હોટલમાં સનસ્ટાર ક્લબ દ્વારા કોઇ બુકિંગ કરાવવામાં આવ્યું ન હતું.  આ અંગે  વડોદરા સ્થિત ક્લબના વહીવટકર્તાઓને વાત કરતાં તેમણે  ટેક્નિકલ ખામીના કારણે હોટલ બુક કરાવી નથી. પરંતુ, તમે ખર્ચ ભોગવી લો. ક્લબ તમોને તમારી ભરેલી રકમ પરત કરી દેશે. તેવી જ સ્થિતિ તેઓને મુંબઇની હોટલમાં થઇ હતી. તબીબોએ જાગૃત નાગરિક સંસ્થાના પી.વી. મુરજાણીને છેતરપિંડી-વિશ્વાસઘાતની હકીકત જણાવી હતી.જેથી જાગૃત નાગરિકના પી.વી. મુરજાણીએ સનસ્ટાર ધ ક્લબના ત્રણ ડિરેક્ટરો બોલિવુ઼ડ સુપરસ્ટાર ગોવિંદા, રવિકુમાર, પૂર્વ ક્રિકેટર કપિલદેવ તેમજ વડોદરા અને મુંબઇ ખાતે આવેલી સનસ્ટાર ક્લબની ઓફિસોના સંચાલકોને નોટિસ ફટકારી કુલ રૂા.3,54,078નું વળતર ચૂકવી આપવા જણાવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vadodara in Notice of cheating Govinda and Kapil Dev in the name of Holi Day Picnic
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended