Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Vadodara In Located In A 120 Year Old Railway Yard Salon Made By Sayajirao Gaekwad

વડોદરામાં આવેલું છે 120 વર્ષ જૂનું રેલવે સલૂન યાર્ડ, હાલ છે આવી સ્થિતિ

Bhaskar News, Vadodara | Apr 18, 2017, 01:50 AM IST

  • વડોદરામાં આવેલું છે 120 વર્ષ જૂનું રેલવે સલૂન યાર્ડ, હાલ છે આવી સ્થિતિ,  vadodara city news in gujarati
(સયાજીરાવ ગાયકવાડનું સલૂનયાર્ડ માવજતના અભાવે ખંડેર હાલતમાં જોવા મળે છે)
 
વડોદરા:18 એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડે ની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે કેટલીય હેરિટેજ ઇમારતોની સંભાળ રાખવામાં તંત્રની બેદરકારીના પગલે નામશેષ થવાના આરે પહોંચી ગઇ છે. વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1896માં બનાવડાવેલા 120 વર્ષ કરતા પુરાણા સલૂન યાર્ડ સંભાળના અભાવે ખંડેર બની ગયું છે.
 
મોટાં વેગન્સ હોય તો હાથીનો ઉપયોગ થતો હતો
 
ભારતીય રેલવેની શરૂઆત એપ્રિલ 1853ના રોજ થઇ હતી જેનાં જૂજ વર્ષોમાં જ  9 મી જાન્યુઆરી 1861માં વડોદરામાં રેલવે ટ્રેઇન આવી પહોંચી હતી. મહારાજા ખંડેરાવ ગાયકવાડે નેરોગેજ રેલવે લાઇન તે જમાનામાં શરૂ કરાવી હતી જેની વિશેષતા એ હતી કે રેલ ગાડી હંકારવા માટે બળદો જોડી દોડાવવામાં આવતી હતી. જે પ્રતિકલાક 3 માઇલનું અંતર કાપતી હતી. મોટાં વેગન્સ હોય તો હાથીનો ઉપયોગ થતો હતો.
 
વડોદરા રાજ્યમાં કુલ 700 માઇલનો રેલવે ટ્રેક નંખાઇ ચૂકયો હતો
 
મલ્હારરાવ ગાયકવાડના સમયગાળામાં 8મી એપ્રિલે 1873માં પ્રથમ એન્જિન વડોદરા આવ્યું હતું.1936ની સાલ સુધીમાં વડોદરા રાજ્યમાં કુલ 700 માઇલનો રેલવે ટ્રેક નંખાઇ ચૂકયો હતો. ગૌરવપ્રદ કહી શકાય તેવા વડોદરા રેલવેના ગાયકવાડી ઇતિહાસના સાક્ષી સમાન પંડ્યા બ્રિજ પાસે આવેલ લાલ કલરનું બિલ્ડિંગ ગાયકવાડી સલૂનની હાલત ખંડેર થઇ જવા પામી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vadodara in located in a 120 year old railway yard salon made by Sayajirao Gaekwad
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended