Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Vadodara In Birth Of A Child Of 4-2 Kg By Normal Delivery Mother-Sons Healthy

વડોદરા: 4.2 કિલોના બાળકનો નોર્મલ ડિલિવરીથી જન્મ, માતા- પુત્ર સ્વસ્થ

Bhaskar News, Vadodara | Apr 14, 2017, 00:29 AM IST

  • વડોદરા: 4.2 કિલોના બાળકનો નોર્મલ ડિલિવરીથી જન્મ, માતા- પુત્ર સ્વસ્થ,  vadodara city news in gujarati
(તસવીરમાં 4.2 કિલોના બાળક)
 
વડોદરા:શહેરના હરણી રોડની મહિલાને પ્રથમ પ્રસૂતિમાં સામાન્ય કરતાં વધુ તંદુરસ્ત બાળક હોવા છતાં મહિલા તબીબ દ્વારા બાળકની નોર્મલ ડિલિવરી કરાવવામાં આવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે દિવસ અગાઉ માતા અને બાળક બન્નેને તંદુરસ્ત હોવાથી રજા આપવામાં આવી હતી.
 
મહિલાને હાઇરિસ્ક હોવા છતાં નોર્મલ ડિલિવરી કરાવડાવી
 
હરણી વારસિયા રિંગરોડની એક  હોસ્પિટલમાં મહિલા તબીબે પ્રથમ પ્રસૂતિ માટે આવેલી 23 વર્ષીય મહિલાને હાઇરિસ્ક હોવા છતાં નોર્મલ ડિલિવરી કરાવડાવી હતી. પરિવારે પણ તબીબ સાથે પુત્રવધૂને હિંમત આપતાં આ ઘટના શક્ય બની હતી. હરણી રોડ પર શો મિલ ધરાવતા મેહુલભાઇ પટેલની પત્ની રીંકલબેનને છેલ્લા મહિનાઓમાં સંતાન 3 કિલો ઉપરનું વજનનું હોવાની તબીબને જાણ થઇ હતી. છેલ્લી સોનોગ્રાફીમાં વજન અંદાજે 4 કિલો જેટલું હશે તેવો અંદાજ આવ્યો હતો.
 
ભારતમાં બાળકનું વજન 2.5 કિલોથી 3 કિલો હાય છે
 
આ સંજોગોમાં નોર્મલ ડિલિવરી કરાવવા માટે માતા અને બાળક માટે કોમ્પ્લિકેશન ઉભાં થઇ શકે છે.તબીબના મતે સામાન્ય સંજોગોમાં ભારતમાં બાળકનું વજન 2.5 કિલોથી 3 કિલો હાય છે. તેથી વધુ વજન ધરાવતા બાળકને પ્રથમ પ્રસૂતિમાં નોર્મલ ડિલિવરી કરાવવી જોખમી થઇ શકે છે. બાળક અટકે તો સિઝર થઇ ન શકે અને બન્નેનો જીવ જોખમાય.પરંતુ તબીબે અને મહિલાએ હિંમતથી નોર્મલ ડિલિવરીનો માર્ગ પસંદ કર્યો . આખરે 4.2 કિલો વજનના બાળકનો જન્મ થયો.આવા કિસ્સા જવલ્લે જ બનતા હોય છે.
 
નોર્મલ ડિલિવરી તબીબ માટે મુશ્કેલ હોય છે
 
અમે સિઝેરિયન કરવાના પૈસા વધુ લઇએ છીએ. પરંતુ અમારા માટે કપરું કામ નોર્મલ ડિલિવરી કરાવવાનું હોય છે.નોર્મલ ડિલિવરીમાં બાળક રડતું બહાર ન આવે ત્યાં સુધી અમને ચિંતા હોય છે. મહિલાના પરિવાર અને મહિલાની હિમ્મતથી આ ડિલિવરી શક્ય બની હતી. -ડો.શ્વેતા શાહ, ગાયનેક
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vadodara In Birth of a child of 4-2 kg by Normal delivery mother-sons healthy
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended