Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Vadodara In An Increase In Khadi Sales Due Public Enterprises Gift Coupon

વડોદરા: જાહેર સાહસોની ગિફટ કૂપનોથી ખાદીનું વેચાણ વધ્યું, 4 કરોડનો વધારો

Divyakant Bhatt, Vadodara | Apr 18, 2017, 01:38 AM IST

  • વડોદરા: જાહેર સાહસોની ગિફટ કૂપનોથી ખાદીનું વેચાણ વધ્યું, 4 કરોડનો વધારો,  vadodara city news in gujarati
(તસવીર પ્રતિકાત્મક)
 
વડોદરા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પગલે વડોદરા સહિત દેશભરમાં ખાદીનો ક્રેઝ વધ્યો છે. બીજી તરફ જાહેર ક્ષેત્રની કંપનીના કર્મચારીઓને આ વર્ષે બોનસમાં ખાસ ખાદી ખરીદવા માટે જ રૂા.10 હજારની ગિફ્ટ કુપન અપાતાં વડોદરા શહેરમાં 2015-16 ની સરખામણીમાં 2016-17 ના વર્ષમાં ખાદીની ખરીદીમાં ઉછાળો આવતાં ખાદીના વેચાણમાં રૂા.4,09,93,053 નો વધારો નોંધાયો છે.  
 
મહિલાઓ ખાદીની સાડી તેમજ ખાદી સિલ્કની સાડી ખરીદતી થઇ છે
 
વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ સંઘ સંચાલિત ખાદી એમ્પોરિયમના મેનેજર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, યુવાવર્ગ પણ હવે ખાદીના તૈયાર શર્ટ તેમજ ખાદીના કાપડમાંથી પેન્ટ પર પહેરવા માટે શોર્ટ શર્ટ તેમજ ઝભ્ભા સીવડાવતા થયા છે. યુવતીઓ પણ ખાદીની કુર્તિની ખરીદી તરફ વળી છે. મહિલાઓ ખાદીની સાડી તેમજ ખાદી સિલ્કની સાડી ખરીદતી થઇ છે. જેને લઇ વેચાણમાં વધારો થતાં આડકતરી રીતે કારીગરોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં સિંહફાળો રહ્યો છે.  વડોદરા શહેરમાં 2015-16 ના વર્ષમાં કુલ રૂા.7,92,03217 ની ખાદીનું વેચાણ થયું હતું. વર્ષ 2016-17 માં રૂા.12,01,96,270 ની ખાદીનું વેચાણ થતાં વેચાણમાં રૂા.4,09,93,053 નો વધારો 
થયો છે.

વડોદરા શહેરમાં ખાદીના વેચાણના આંકડા
2015-16: ખાદી એમ્પોરિયમ(ગ્રામ વિકાસ સંઘ), આનંદપુરા,રૂ.1,68,03217
 
2016-17:ખાદી એમ્પોરિયમ (ગ્રામ વિકાસ સંઘ),આનંદપુરા,રૂ.2,91,96,270
2015-16:વડોદરા જિલ્લા ખાદી સંઘ, કોઠી, રાવપુરા રોડ,રૂ.5,64,00,000
2016-17: વડોદરા જિલ્લા ખાદી સંઘ, કોઠી, રાવપુરા રોડ,રૂ.8,50,00,000

ગિફ્ટ કૂપનોથી ધૂમ ખરીદી
 
ઓ.એન.જી.સી.સહિત જાહેર ક્ષેત્રની કંપનીના કર્મચારીઓને બોનસમાં રૂા.10 હજારનું ગિફ્ટ કુપન અપાઇ હતી. આ ગિફ્ટ કુપન માત્ર ખાદીની ખરીદી માટે જ રખાતા ધૂમ ખરીદી થઇ હતી. -રણજિતસિંહ ચૌહાણ, પ્રમુખ, ખાદી એમ્પોરિયમ-ગ્રામ વિકાસ સંઘ-વડોદરા
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vadodara in an increase in Khadi sales due public enterprises gift coupon
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended