Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Vadodara Anjana Get Bronze Medal In National Competition Of Power Lifting

પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં વડોદરાની અંજનાને રાષ્ટ્રિય કક્ષાએ બ્રોન્ઝ મેડલ

Bhaskar News, Vadodara | Apr 07, 2017, 04:37 AM IST

  • પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં વડોદરાની અંજનાને રાષ્ટ્રિય કક્ષાએ બ્રોન્ઝ મેડલ,  vadodara city news in gujarati
(અંજના)
 
વડોદરા: તાજેતરમાં વડોદરાની રોહિત અંજના બાબુભાઇએ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે.તેણે રાજ્યકક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવી રાષ્ટ્રિયકક્ષાએ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે ક્વોલિફાઇ થઇ હતી. રાષ્ટ્રિયકક્ષાએ પણ તેણે શ્રેષ્ઠ દેખાવ કરવાનું ચાલુ રાખતા બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તે અહીં ક્રિસ્ટસ સ્કૂલમાં ધો.11 કોમર્સમાં અભ્યાસ કરે છે. તેને શાળા પરિવાર  તરફથી આ સિદ્ધિ બદલ અભિનંદન આપવામા આવ્યા છે.
 
તેમજ ભવિષ્યમાં આગામી સ્પર્ધાઓમાં પણ વડોદરા અને સ્કૂલનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવવામા આવી છે.  પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં મોટા ભાગે મહિલા સ્પર્ધકોની સંખ્યા ઓછી હોય છે. આ સ્પર્ધામાં પુરુષ  સ્પર્ધકો મોટા પ્રમાણમાં હોય છે. પરંતુ હવે આયોજકો દ્વારા પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં મહિલાઓને પણ  મહત્વ આપતા હવે મહિલાઓની શ્રેષ્ઠ કામગીરી બહાર આવવા લાગી છે.
 
 
નેશનલ માસ્ટર્સ  એથ્લે.માં વડોદરાના સ્પર્ધકોને 23 મેડલ

તાજેતરમાં અલ્હાબાદ ખાતે ચાર દિવસ માટે નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમા બરોડા ડિસ્ટ્રિક્ટ માસ્ટર્સ એથ્લેટિક્સ એસો.ખેલાડીઓએ ભાગ લઇ સુંદર દેખાવ કર્યો હતો. તેઓએ 12 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 23 મેડલ મેળવ્યા હતા.
 
વડોદરાના સ્પર્ધકો હંમેશા વધુ મેડલો મેળવતા હોય છે
 
વિજેતાઓમાં સરસ્વતિ રાજપૂત, ભગવતી બહેન ઓઝા અને મીન બહાદુરને ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ,હેમાંગીનીબહેનને બે ગોલ્ડ- એક સિલ્વર, શનાભાઇને એક ગોલ્ડ- બે બ્રોન્ઝ, જ્યોત્સના બહેન ખારવાને એક સિલ્વર- એક બ્રોન્ઝ, શીતલ ખારવાને એક સિલ્વર- એક બ્રોન્ઝ. રમાબહેન મકવાણાને એક સિલ્વર, અનિતા નાયર, નરેશ ટંડેલ અને ઠાકોરભાઇને એક-એક બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. સંસ્થાના પ્રમુખ યશવંતસિંહ ચૌહાણે વિજેતાઓને અભિનંદન આપ્યા છે. ઉલ્લેખનિય છે કે શહેરના વયસ્ક ખેલાડીઓનું વર્ચસ્વ રાજય અને રાષ્ટ્રિય કક્ષાએ પણ રહ્યું છે. જયારે પણ માસ્ટર્સ સ્પર્ધાઓ યોજાય છે ત્યારે તેમાં વડોદરાના સ્પર્ધકો હંમેશા વધુ મેડલો મેળવતા હોય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vadodara Anjana get bronze medal in national competition of Power lifting
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended