Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Two Serious And 25 Affected By Chlorine Gas Leak In Por Village Of Vadoara

વડોદરા: ક્લોરીન ગેસ લીક થતાં મચી નાસભાગ, 25 લોકોને અસર, બે ગંભીર

Bhaskar News, Vadodara | Apr 14, 2017, 12:50 PM IST

  • પોર ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગેસ લીકેજ થતાં જી.એ.સી.એલ.નો કાફલો ઘટના સ્રથળે દોડી ગયો હતો
વડોદરા: પોર ગામમાં ગત રાત્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્લોરીન લીક થતાં પ્લાન્ટની આસપાસમાં રહેતા અનેક લોકોની હાલત ગંભીર બની જવા પામી હતી અને આંખ તેમજ ગળામાં બળતરા થતાં લોકોએ ભારે નાસભાગ કરી મુકી હતી. ક્લોરીન લીક થવાના કારણે 25 લોકોને અસર થઇ હતી અને જે પૈકી 15 લોકોને સારવાર માટે વડોદરા ખાતે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
 
વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રાખેલ 100 કિલોની ક્લોરીનની બોટલમાં લીકેજ 
 
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પોર ખાતે નવીનગરીમાં ગ્રામ પંચાયતનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે અને તે પ્લાન્ટમાં ગત રાત્રે ક્લોરીનની બોટલમાં લીકેજ થતાં સમગ્ર વિસ્તારમાં ક્લોરીન ગેસની અસર જોવા મળી હતી. પ્લાન્ટની આસપાસમાં આવેલ નવીનગરી અને બોમ્બે હાઉસિંગ નામના વિસ્તારના લોકો ક્લોરીન ગેસનો ભોગ બન્યાં હતા લોકોને આંખમાં બળતરા થવા લાગી હતી. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી હતી. આ ઉપરાંત મોટાભાગના લોરોને છાતીમાં પણ બળતરા થતાં જ લોકોએ દોડધામ કરી મુકી હતી. 
 
15 લોકોને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં 
 
બનાવની જાણ થતાં સરકારી તંત્ર પણ દોડતું થયું હતું અને ગેસ લીકેજના કારણે જેની હાલત ગંભીર હતી તેવા 15 લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા. બીજી તરફ જી.એ.સી.એલ.નો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને 100 કિલોના ક્લોરીન ગેસની બોટલમાં લીકેજ હોય બોટલ ઢાઢર નદી ખાતે લઇ જવામાં આવ્યો હતો અને ગેસ લીકેજ અટકાવવામાં આવ્યો હતો. જ્યારે સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા લોકોને તાત્કાલિક ઓક્સીજન તેમજ નેબ્યુલાઇઝરની સારવાર આપવામાં આવી હતી. આ ઘટનામાં બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે.
 
ક્લોરીન લીકેજ થતાં શું થયુ...મામલતદારે કહ્યુઃ પરિસ્થિતિ કાબુમાં છે...વાંચવા માટે ફોટો બદલો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: two serious and 25 affected by chlorine gas leak in Por Village of Vadoara
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended