Home »Madhya Gujarat »Latest News »Vadodara City» The School Must Return The Rented An Additional Fee

શાળાએ લીધેલી વધારાની ફી પરત કરવી પડશે : CM

Bhaskar News, Vadodara/Rajpipla | Apr 11, 2017, 21:32 PM IST

  • શાળાએ લીધેલી વધારાની ફી પરત કરવી પડશે : CM,  vadodara city news in gujarati
રાજપીપળા - વડોદરા:રાજયમાં શાળાઓની ફી બાબતે સંચાલકો અને વાલીઓ વચ્ચે વિવાદ ચાલી રહયો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, શાળાઓએ લીધેલી વધારાની ફી પરત કરવી પડશે. સરકારે રચેલું પંચ નકકી કરશે તે મુજબ જ શાળાઓએ ફી વસુલવાની રહેશે. તેમણે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે પાણી યોજનાના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપી હતી.
 
તાજેતરમાં રાજય સરકારે શાળાઓની ફી નકકી કરતું વિધેયક પસાર કર્યું છે. શાળાઓ દ્વારા લેવામાં આવતી ફી બાબતે સંચાલકો અને વાલીઓ વચ્ચે જંગના મંડાણ થયાં છે. શાળાઓ દ્વારા બેફામ રીતે લેવામાં આવતી ફીને અંકુશમાં રાખવા રાજય સરકાર નવો કાયદો લાવી છે. ડેડીયાપાડા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શાળાઓની ફી બાબતે તેમનો મત સ્પષ્ટ કર્યો હતો. એક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, શાળાઓમાં ફી બાબતે સરકારે પંચની રચના કરી છે. પંચ નકકી કરશે તે મુજબની ફી શાળાઓએ લેવાની રહેશે અને જો કોઇ શાળાએ વધારાની ફી લીધી હશે તો વાલીને પરત કરવાની રહેશે. સુરતની ખાંટીવાલા સ્કુલમાં ફી બાબતે બાળકને ગોંધી રાખવા અંગે મુખ્યમંત્રીએ તપાસની ખાતરી આપી છે.
 
- તો સંચાલકો સામે ફોજદારી પણ થઇ શકે

 
સરકારે ફીનું 15,25 અને 27 હજારનું ધોરણ નક્કી કર્યું છે. 4 કમિટી બનાવી છે. જેમાં ફી વધારવી હોય તો શાળા સંચાલકોએ તેમના હિસાબો રજૂ કરવા પડશે.  સામાન્ય માણસને પોષાય તેવી ફી નક્કી થશે અને જો શાળા સંચાલકો તે પ્રમાણે ફી નહીં લે તો તેમની સામે ફોજદારી ગુનો પણ થઇ શકે છે. - યોગેશ પટેલ, ધારાસભ્ય
 
શાળા સંચાલકોને સદબુદ્ધિ મળે તે માટે શિક્ષણ શુદ્ધિયજ્ઞ
 
સરકાર દ્વારા 15,25 તથા 27 હજારની ફી નું વિધેયક પાસ કર્યા બાદ તેનો અમલ કરવામાં અખાડા કરતા સ્કુલ સંચાલકોને સદબુધ્ધી આવે અને શિક્ષણનો વેપાર કરનારા સંચાલકો પર બ્રેક વાગે તેવા આશયથી શહેરના ધારાસભ્ય યોગેશ પટેલે શિક્ષણશુધ્ધી યજ્ઞનું આયોજન કર્યુ હતું. જેમાં કોંગ્રેસના નેશનલ સેક્રેટરી ઋત્વિજ જોષી સહિતના સભ્યો પણ પહોંચ્યા હતા અને યજ્ઞમાં શ્રીફળ હોમ્યું હતું. જયુબેલીબાગના તારકેશ્વર મહાદેવ મંદીર પાસે સાંજે 5 વાગે યોજાયેલા શિક્ષણ શુધ્ધિયજ્ઞમાં વિધિવત પુસ્તકોની પણ પૂજા કરવામાં આવી હતી. તેમજ યજ્ઞમાં ઉપસ્થિત તમામે સામૂહિક સંકલ્પો લીધો હતો કે ઠગ સંચાલકો અને શિક્ષણને વેપાર બનાવી દેનારાઓને  માતા સરસ્વતી સદબુધ્ધિ આપે. કોંગ્રેસ અને ભાજપના આગેવાનોએ યજ્ઞમાં શ્રીફળ હોમ્યું હતું.
 
કોંગ્રેસીઓને સવાલ : તમે કેમ આવ્યા છો!
 
કોંગ્રેસી કાર્યકરો આવતાંની સાથે જ ભાજપના કાર્યકરો વચ્ચે જ ખુરશીઓ પર બેસી ગયા હતા. ઓચંિતા યજ્ઞમાં પહોંચેલા કોંગ્રેસી કાર્યકરોને ભાજપના નેતાએ પુછી નાંખ્યું હતું કે તમે કેમ આવ્યા છોω જો કે કોંગ્રેસના કાર્યકરે હસતા મોઢે શ્રીફળ હોમવા તેવો જવાબ આપ્યો હતો.
 
વિબગ્યોરના સંચાલકોનું નવી ફી ભરવા દબાણ
 
ફી વધારાના વિરોધમાં બનાવાયેલા એક ગ્રુપમાં મંગળવારે દિવસભર વિબગ્યોર સ્કુલના સંચાલકો રાજય સરકારે જણાવ્યા અનુસારની ફી લેવા હજુ તૈયાર થતા નથી તેવી કોમેન્ટ થઇ હતી. ત્યારે આગામી દિવસમાં વિબગ્યોર સ્કુલ ખાતે પણ વાલીઓનો મોરચો જઇ ઉગ્ર રજૂઆતો કરે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.
 
બિલાબોંગના સંચાલકો ફી અંગે સ્પષ્ટતા કરતા નથી
 
બિલાબોંગ સ્કુલ દ્વારા સરકારે જણાવ્યા અનુસાર ગત વર્ષની ફી પ્રમાણે પ્રથમ ક્વાર્ટરની ફી વસુલશે અથવા અન્ય કોઇપણ પ્રકારની ફી વસુલશે તેવી કોઇ સ્પષ્ટતા વાલીઓ સમક્ષ ન કરતાં વાલીઓમાં ઉશ્કેરાટ વધ્યો છે. એક વાલીના જણાવ્યા અનુસાર સ્કુલ વિરુધ્ધ હજુ સુધી વાલીઓએ કોઇ કવાયત કરી નથી.
 
યજ્ઞમાં ભાજપના આગેવાનો ચંપલ પહેરીને જ બેઠા હતા
 
ઋત્વિજ જોષી સહિતના કોંગ્રેસના કાર્યકરોએ યજ્ઞ સ્થળે આવીને પગરખાં ઉતાર્યા હતા. જો કે તે પહેલાં આવીને બેઠેલા ભાજપના કાર્યકરોએ પગરખાં પહેરેલાં જ રાખ્યા હતા. પરંતુ કોંગ્રેસના કાર્યકરોએ પગરખાં ઉતારતાં અંતે ચુપકેથી ભાજપના કાર્યકરોએ પોતાના પગરખાં પણ ઉતારવાની ફરજ પડી હતી.
 
પેટ્રોલના વધારાનો અમલ 12 વાગે તો શિક્ષણમાં કેમ નહીં?
 
યુથ કોંગ્રેસના નેશનલ સેક્રેટરી ઋત્વિજ જોષીએ જણાવ્યું હતુંકે, ભાજપની સરકાર છે છતાં શિક્ષણમાં વિશુધ્ધિ છે તે ધારાસભ્ય સ્વિકારે છે તે સારી વાત પણ યજ્ઞ સાથે કર્મ કરવું પડશે. પેટ્રોલના ભાવ વધે તો રાત્રે 12 વાગ્યે અમલ થાય તો શિક્ષણમાં કેમ નહી. શિક્ષણમાં સરકારની ભૂમીકા પર શંકા ઉભી થાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The school must return the rented an additional fee
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended