Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Sokhda Monk Rape Case Victim Girl Say Swami Called In Room At Toronto Swaminarayan Temple

વડોદરા: રૂમમાં બોલાવી સુજ્ઞેય સ્વામીએ કહ્યું, હું સાધુ છું, બધા મારી જ વાત માનશે

Bhaskar News, Vadodara | Mar 17, 2017, 01:45 AM IST

  • સુજ્ઞેય સ્વામી
વડોદરા: ટોરેન્ટોમાં રહેતી મૂળ ગુજરાતી યુવતીની સમસ્યાનું સમાધાન કરવાની લાલચ આપીને સુજ્ઞેય સ્વામીએ યુવતીને ટોરેન્ટો સ્વામીનારાયણ મંદિરમાં બોલાવી હતી. મંદિરમાં કઇ રીતે આવવું અને ગાડી કયાં પાર્ક કરવી તે પણ સુજ્ઞેય સ્વામીએ મેસેજ મોકલી ગાઇડન્સ આપ્યું હતું. હરિપ્રસાદ સ્વામીને મળવાની લાલચ આપીને મંદિરમાં બોલાવ્યા બાદ સુજ્ઞેય સ્વામીએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. રૂમમાં બોલાવ્યા બાદ સુજ્ઞેય સ્વામીએ યુવતીને જણાવ્યું હતું કે બૂમો નહીં પાડવાની...હું સાધું છું અને બધા મારા પર જ વિશ્વાસ કરશે. હું તારી પર જ આરોપ લગાવીશ...

સુજ્ઞેય સ્વામીએ મંદિરમાં યુવતીને જણાવ્યું હતું કે બૂમો નહીં પાડવાની
 
યુવતીનાં વકીલ સોનલ જોશીએ હરિધામ સોખડાને જે નોટિસ પાઠવી છે, તેમાં જણાવાયા મુજબ યુવતીનાં લગ્ન નક્કી થઇ ગયાં હતાં અને તે વખતે યુવતીના પિતા હરિપ્રસાદ સ્વામીના આશીર્વાદ લેવા ઇચ્છતા હતા. જો કે ત્યારબાદ યુવતીના લગ્નમાં અડચણ ઊભી થઇ હતી.આ બનાવ બાદ યુવતીના પરિવારે સુજ્ઞેય સ્વામીનો સંપર્ક કર્યો હતો. સુજ્ઞેય સ્વામીએ જણાવ્યું હતું કે હું આ પ્રોબ્લેમ સોલ્વ કરી આપીશ.હરિપ્રસાદ સ્વામી તેમના પર ભરોસો કરે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. ત્યારબાદ સુજ્ઞેય સ્વામીએ પરિવાર અને યુવતી સાથે ઘરોબો કેળવ્યો હતો. સુજ્ઞેય સ્વામી યુવતી સાથે ચેટ કરતા અને ફોન પર પણ વાતો કરતા હતા. હું તમારી સાથે ફ્લર્ટ નથી કરતો તેમ જણાવતા રહેતા હતા.યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ સુજ્ઞેય સ્વામીએ યુવતીને જણાવ્યું હતું કે તેમણે હરિપ્રસાદ સ્વામી સાથે બે કલાક વાત કરી છે અને તેઓ હવે આગળની કાર્યવાહી કરશે.
 
ત્યારબાદ સુજ્ઞેય સ્વામીએ હરિપ્રસાદ સ્વામી આવવાના હોવાનું જણાવી યુવતીને મંદિરમાં બોલાવી હતી. મંદિરમાં કઇ રીતે આવવું તે બાબતે મેસેજીસ કરી ગાઇડન્સ પણ આપ્યું હતું. યુવતીની ગાડી પાર્ક ક્યાં કરવી અને ઉપરના માળે કેવી રીતે આવવું તે પણ તેમણે મેસેજ કરીને જણાવ્યું હતું. સુજ્ઞેય સ્વામીના રૂમમાં ગયા બાદ યુવતીને જાણ થઇ હતી કે રૂમમાં હરિપ્રસાદ સ્વામી ન હતા, જેથી યુવતી ગભરાઇ ગઇ હતી. સુજ્ઞેય સ્વામીએ યુવતીને જણાવ્યું હતું કે બૂમો નહીં પાડવાની, કારણ કે અહીં કોઇ સ્ત્રી આવી છે તેની બધાને ખબર પડી જશે. હું સાધું છું અને બધા મારો વિશ્વાસ કરશે અને હું તારી પર આરોપ લગાવીશ તેમ સુજ્ઞેય સ્વામીએ જણાવ્યું હતું.ત્યારબાદ સુજ્ઞેય સ્વામીએ  ગભરાયેલી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ યુવતી બેભાન થઇ ગઇ હતી.

આસોદરનું ઘર ખોલી દસ્તાવેજ વગે કર્યા હતા?
 
કેનેડાના ટોરેન્ટોની યુવતી સાથે દુષ્કર્મના ચકચારી પ્રકરણમાં સોખડાના સુજ્ઞય સ્વામીએ ભગવા વસ્ત્રો ત્યજી દઇ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. તેના માતા-પિતા પણ ઘર બંધ કરીને રવાના થઇ ગયા હતાં. સુજ્ઞય સ્વામીએ છાણી વિસ્તારમાં વૈભવી બંગલો ખરીદ્યો હોવાની પણ વિગતો જાણવા મળી હતી. દરમિયાન બુધવારે સુજ્ઞયના સંબંધી મહિલા આસોદર સ્થિત તેના ઘરે ગયા હતાં. આ મહિલાએ મકાનમાંથી કેટલાક દસ્તાવેજો લઇ ફરીથી તેને બંધ કરીને થોડી જ વારમાં નીકળી ગયા હોવાનું સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. અલબત્ત, આ મહિલા ઘરમાંથી કઇ-કઇ ચીજવસ્તુઓ લઇ ગઇ તે યક્ષપ્રશ્ન ઉભો થયો છે. સુજ્ઞયની મિલકતો અંગે પણ તપાસ કરવા માટેનો સ્થાનિકોમાંથી સૂર ઉઠી રહ્યો છે. 
 
આગળની સ્લાઇડમાં વાંચો,સુજ્ઞેય સ્વામીની ધરપકડ માટે યુવતીના પરિવારના પ્રયાસો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sokhda Monk Rape Case Victim Girl say Swami called in room at Toronto Swaminarayan Temple
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended