Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Pari Blew Up Most A Long Distance Flights At Vadodara

ગુજરાતની એક માત્ર મહિલા પાયલોટ, પરિને ઉડાવી સૌથી લાંબા અંતરની ફલાઇટ

Pooja Dhodapakar, Vadodara | Mar 08, 2017, 16:04 PM IST

  • ગુજરાતી પરિવારની પાયલોટ પરિન પંડિત
વડોદરા:વડોદરાથી પાયલોટનો અભ્યાસ કરનાર પરિન પંડિત ગુજરાતની એક માત્ર પાયલોટ છે, જેણે વિશ્વની સૌ પ્રથમ સૌથી લાંબા અંતરની ફલાઇટનું ઉડાન કર્યુ છે. તેણીએ દિલ્હીથી સાનફ્રાન્સીસકોનું અંતર 17 કલાકમાં કાપીને સિદ્ધિ મેળવી હતી.

પિતાના કારણે હું પાયલોટ બની શકી

રાજકોટમાં જન્મનાર પરિનના પિતા બેંકમાં ઓફિસર હોવાથી 1999માં પરિવાર વડોદરા ટ્રાન્સફર થયો હતો. ઉચ્ચતર માધ્યમિક અને પીપીએલ (પ્રાઇવેટ પાયલોટ લાઇસન્સ)નો અભ્યાસ વડોદરામાં એનસીસી એર વિંગમાંથી કર્યો હતો. પરિનની માતાને પેરેલીસીસનો એટેક આવ્યો જેથી દિનચર્યા માટે તેમને પતિ પર નિર્ભર રહેવું પડતું, જો કે પરિનને ટ્રેનિંગમાં તકલીફ ન પડે તે માટે પિતા પારૂલચંદ્ર જ પત્નીની સુશ્રામાં લાગી ગયા, જેને કારણે નિવૃત્તિ પહેલાં જ નોકરી છોડવી પડી, જેટલું ફંડ પરિવાર પાસે હતું તેમાંથી પરિનની ફ્લાઇંગની ટ્રેનિંગ પૂરી કરવાની ફરજ પડી. દરમિયાન પિતા પણ ડિપ્રેશનનો શિકાર થયા. 
 
એર ઇન્ડિયામાં ભરતીના અમુક મહિનામાં જ પિતાનું અવસાન થયું
 
સંઘર્ષના દિવસો યાદ કરતા પરિને જણાવ્યું હતું કે, મારા પિતાએ હંમેશા પુત્રની જેમ મારો ઉછેર કર્યો. હું નાનપણથી પાયલોટ બનવા માગતી હતી, તેથી પિતાએ મારી ટ્રેનિંગ માટે ઘણું ફંડ ભેગું કર્યું હતું, ફંડ પૂરતુ હતું પણ માતાની બિમારીમાં વધુ ખર્ચ થવાથી આર્થીક સ્થિતિ કથળી ગઇ. મને એક વાતનું હંમેશા દુ:ખ રહેશે કે મારા પિતા મને વિમાન ઉડાવતા ન જોઇ શક્યા, કારણ કે એર ઇન્ડિયામાં ભરતીના અમુક મહિનામાં જ મારા પિતા મૃત્યુ પામ્યા હતા.
 
આગળ વાંચો...એકમાત્ર ગુજરાતી મહિલા પાયલોટે કરી લાંબા અંતરની ઉડાન...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pari Blew Up Most a Long Distance Flights at Vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended