Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Only 36 Paper Among 500 ITI Student In Tarsali Vadodara

વડોદરાઃ ITIમાં 500 સ્ટુ઼ડન્ટ વચ્ચે માત્ર 36 પ્રશ્નપત્ર, જમીન પર બેસી પરીક્ષા આપવી પડી

Bhaskar News, Vadoara | Apr 19, 2017, 09:34 AM IST

  • વડોદરાની તરસાલી આઇટીઆઇમાં સ્ટુડન્ટ્સે નીચે બેસીને પરીક્ષા આપવી પડી હતી
વડોદરા: તરસાલી આઇટીઆઇમાં મંગળવારે લેવાયેલી એપ્રેન્ટીસની પરીક્ષામાં અંધાધૂધી ફેલાઇ હતી. હોલ ટિકિટના અભાવે સ્ટુડન્ટ્સને જમીન પર બેસીને તો ક્યાંક ઉભા-ઉભા પરીક્ષા આપવાનો વારો આવ્યો હતો. ફીટરના 36 જ પ્રશ્નપત્રો આવતા નકલો કઢાવાઇ હતી. જેને પગલે 9.30 વાગ્યાની પરીક્ષા 12 વાગ્યે શરૂ થઇ હતી.
 
ફીટરના 500 પરીક્ષાર્થી સામે 36 પ્રતો આવતાં નકલો કાઢી વહેંચવા પડ્યા 
 
પ્રતિ છ માસ લેવાતી આઇટીઆઇની એપ્રેન્ટીસની પરીક્ષા આ વખતે 1 વર્ષે યોજાઇ હતી. ત્યારે તેમાં 2 પરીક્ષાના સ્ટુડન્ટ્સ મોટી સંખ્યામાં આવ્યા હતા. રાજ્યભરમાંથી વડોદરાના તરસાલી વિસ્તારની આઇટીઆઇમાં કુલ 1468 જેટલાં વિવિધ વિષયના સ્ટુડન્ટ્સ પરીક્ષા આપવા આવ્યા હતા. જો કે તે પૈકી 40 જેટલાં સ્ટુડન્ટ્સને હોલ ટીકીટ મળી હતી, પરંતુ સત્તાધીશોને સ્ટુડન્ટ્સનું ઓનલાઇન લીસ્ટ ન મળતાં તેમણે 40 વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપવા દેવાનો નિર્ણય લીધો હતો. જેને પગલે સ્ટુડન્ટ્સે ભારે હોબાળો મચાવ્યો હતો. સાથે શહેર યુવક કોંગ્રેસના મિતેશ ઠાકોર સહિતના કાર્યકરો પણ પરીક્ષા સ્થળે પહોંચી ગયા હતા. અને સ્ટુડન્ટ્સને પરીક્ષા આપવા દેવાની રજૂઆત કરી હતી.
 
પ્રશ્નપત્રની પુરતી ઝેરોક્ષ કાઢવાની અધિકારીઓને ફરજ પડી
 
સવારે 9.30 વાગ્યે લેવાનાર પરીક્ષાને પહેલેથી જ મોડુ થઇ ગયુ હતું. ત્યારે ફીટર વિષયની પરીક્ષા આપવા આવેલા 500 ઉમેદવારો માટે 16 પેજ ધરાવતા પ્રશ્નપત્રની માત્ર 36 પ્રતો આવી હોવાનું આઇટીઆઇના પરીક્ષા અધિકારીઓને જાણવા મળતાં તેઓ પણ ભોંઠા પડી ગયા હતા. જો કે 16 પાન ધરાવતા પ્રશ્નપત્રની પુરતી ઝેરોક્ષ કાઢવાની અધિકારીઓને ફરજ પડી હતી અને સ્ટુડન્ટ્સને વહેંચવામાં આવી હતી. નોંધનિય છે કે, પ્રશ્નપત્ર અને સ્ટુડન્ટ્સના ઓનલાઇન લીસ્ટના પ્રશ્નને પગલે સવારે 9.30 વાગ્યાની પરીક્ષા 12 વાગ્યે શરૂ થઇ હતી. પરીક્ષામાં હોલ ટિકિટના અભાવથી લઇને અનેક પ્રશ્ને અંધાધૂધી ફેલાઇ હતી. 
 
આગળની સ્લાઇડમાં વાંચો, પેપર જ ઓછા આવતા પરીક્ષા મોડી શરૂ થઇ....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Only 36 Paper among 500 ITI student in Tarsali Vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended