Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Hariprasad Swami Had Tried To Make Our Encounter Say Bhomanath In Vadodara

હરિપ્રસાદે અમારું એન્કાઉન્ટર કરાવવા માટે પ્રયાસ કર્યા હતા: ભોમનાથ

Bhaskar News, Vadodara | Mar 18, 2017, 10:14 AM IST

  • શહેરમાં ભવાની સેનાને શરૂ કરનારા ભોમનાથે હાથમાં હથિયાર ઉઠાવી પીડિતાને ન્યાય અપાવવા તૈયારી બતાવી હતી.
વડોદરા: દુષ્કર્મ કેસમાં ભોગ બનેલી પીડિતાને ન્યાય અપાવવા અખિલ ભારતીય જય ભવાની સેનાના અધ્યક્ષ રત્નવિજયસિંહ ચૌહાણ ઉર્ફે ભોમનાથે પત્રકાર પરિષદ યોજી હરિપ્રસાદ સ્વામીને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને  ભુતકાળમાં હરિપ્રસાદે પોલીસ અને બખિયા સાથે મિલીભગત કરી એન્કાઉન્ટર કરાવવા માટે પ્રયાસ કર્યા હોવાની વાત કરી હતી. આરોપી સામે ફરિયાદથી લઇ ફાંસીના માંચડા સુધી લઇ જતાં સુધી અમે પીડિતાના પક્ષે છીએ. પીડિતાને મદદ માટે કેનેડા પણ જઇશું અને સાક્ષીઓને પણ રક્ષણ પૂરું પાડીશું. હરિપ્રસાદ તેના પર પડદો પાડવાની કોશિશ કરશે તો અમે લડત આપવા શસ્ત્રો સજ્જ કરી દીધાં છે.
 
પીડિતા મદદ માગશે તો કેનેડા પણ જઇશું : સાક્ષીઓને રક્ષણ પણ પૂરું પાડીશું 
 
ભોમનાથે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં હું પણ હરિપ્રસાદ સ્વામી સાથે જોડાયેલો હતો. મને પણ અનેક સ્વપ્ન દેખાડ્યાં હતાં. વિજય ખન્ના કેસમાં હું પણ આરોપી હતો. ખન્નાએ સીડી બનાવી હતી. તેનું મર્ડર થયું ત્યારે હરિપ્રસાદ સાડા આઠ મહિના વોન્ટેડ હતા. આ કેસમાં અમે નિર્દોષ હતા છતાં હરિપ્રસાદે પોલીસ અને બખિયા સાથે મિલીભગત કરી અમારું એન્કાઉન્ટર કરાવવા માટે પ્રયાસ કર્યા હતા.
 
સુજ્ઞેય સ્વામીને હરિપ્રસાદે અમદાવાદમાં જ સંતાડીને રાખ્યો છે
 
કેવડિયા કોલોની, અંધેરી, ધંધુકા, રાજકોટ તેમજ જૂનાગઢમાં પણ અમારા એન્કાઉન્ટરની કોશિશ થઇ હતી પરંતુ અમે બચી ગયા હતા. સાંકરદામાં સ્વામીનું ખૂન, સુરતના બિલ્ડરને પાવાગઢ પરથી ફેંકી હત્યા સહિતના કેસોની તલસ્પર્શી તપાસ થાય તો તેનો રેલો સોખડા સુધી પહોંચે તેવો પણ આક્ષેપ કર્યો હતો. દુષ્કર્મ કરનાર સુજ્ઞેય સ્વામીને હરિપ્રસાદે અમદાવાદમાં જ સંતાડીને રાખ્યો છે. પીડિતા અમારી મદદ માગશે તો અમે તેને શોધવામાં મદદ કરવા ઉપરાંત પોલીસ ફરિયાદ કરવાની પણ અમારી તૈયારી છીએ. તેવું પણ ભોમનાથે ઉમેર્યું હતું. 
 
એન્કાઉન્ટરની ભીતિથી ચૂપ રહ્યો : ભોમનાથ
 
અખિલ ભારતીય જય ભવાની સેનાના અધ્યક્ષ ભોમનાથે વધુ એક આક્ષેપમાં કહ્યું કે, વિજય ખન્નાએ સીડી બનાવી હતી. ખન્નાના મર્ડર કેસમાં ભોમનાથ પણ આરોપી હતા અને નિર્દોષ છૂટ્યા હતા. જોકે, તેમજ પોલીસ અધિકારીઓ સાથે મેળાપીપણામાં એન્કાઉન્ટર કરાવવાના પણ પ્રયાસ કર્યા હોવાથી જે -તે સમયે તેમણે મૌન સેવ્યું હતું પરંતુ હાલ સોખડાના સાધુની પાપલીલા બહાર આવતાં તેમણે મોઢું ખોલ્યું હોવાનું પણ જણાવ્યું છે.

આગળની સ્લાઇડમાં વાંચો,ઉભરાટની સભામાં અફીણ-ગાંજો લઈ જવાયો હોવાનો પણ આક્ષેપ...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hariprasad Swami had tried to make our encounter say bhomanath In Vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended