Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Banned At The Railway Station To Take A Selfie

વડોદરા: રેલવે સ્ટેશન પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકાયો

Bhaskar News, Vadodara | Apr 12, 2017, 01:36 AM IST

  • વડોદરા: રેલવે સ્ટેશન પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકાયો,  vadodara city news in gujarati
વડોદરા:વડોદરા રેલવે સ્ટેશન પર ફોટો પાડતા કે સેલ્ફી લેતાં પકડાયા તો કાર્યવાહી થશે. આ અંગે સત્તાવાર નોંધ આપતી ચેતવણી સ્ટેશન માસ્તરની ઓફિસમાં મુકવામાં આવી છે. આગામી ટુંક સમયમાં સ્ટેશનના પ્લેટફોર્મ પર  આવી ચેતવણીમાં બોર્ડ લગાવવામાં આવશે.
 
રેલવે સ્ટેશન પર વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવી નોટિસો લગાડાઇ
 
વડોદરા રેલવે ડિવિઝન દ્વારા હવે રેલવેનો નિયમોનુ કડક પાલન કરાવવા કવાયત હાથ ધરવામાં આવી છે એક બાજુ શાહરૂખ ખાનના રઇશ ફિલ્મના પ્રમોશન વખતે ભારે ભીડને પગલે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ત્યારે બીજી બાજુ સોમવારે આવેલી પેસેન્જર એમીનીટી કમીટી દ્વારા સુવિધા અને સિક્યુરીટી અંગે અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો હતો. આજે રેલવે દ્વારા છબી સુધારવામાટે કવાયત હાથ ધરાઈ છે. જે મુજબ હવે રેલવે સ્ટેશન પર વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો આ નિયમનો શાહરૂખ ખાનના પ્રમોશન પ્રોગ્રામ દિવસે અમલ કરવામાં આવ્યો હોત તો કદાચ અંધાધૂતી ન થાત. સ્ટેશન મેનેજર એસ. કે. તિવારીએ જણાવ્યું હતું કે અમે તાજેતરમાં એક વ્યક્તિ વિરૂધ્ધ આ અંગે કાર્યવાહી કરી હતી. તો તેણે સ્ટેશન પર ક્યાં લખેલું છે તેવો પ્રશ્ન કર્યો હતો. જેથી આ સૂચના મુકવી પડી છે. આ અંગે પાલન કરાવવાની જવાબદારી પોલીસની છે.
 
ફરજ પર ફોન વાપરવાની પાબંદી
 
રેલવે કર્મચારીઓના વર્તણુંક અંગે ટીમ દ્વારા મુસાફરને પુછતાં ઉદ્ધત વર્તન હોવાનુ જણાંવ્યું હતું. ત્યારે રેલવેએ કર્મચારીને ઇમર્જન્સી સિવાય સેલફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકયો છે.
 
પ્લેટફોર્મ પર પણ બોર્ડ મુકાશે
 
રેલવે સ્ટેશન પર વિડિયો ગ્રાફી થઇ શકે નહી કે ફોટા પણ પાડી શકાય નહી. આ રિસ્ટ્રીકટેડ એરીયા છે. તે માટે રેલવે તંત્રની મંજુરી લેવી જરૂરી છે. અમે આ પ્રતિબંધના બોર્ડ પ્લેટફોર્મ પર પણ મૂકીશું - અમિતકુમાર સિંહ, ડીઆરએમ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Banned at the railway station to take a selfie
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended