Home »Madhya Gujarat »Latest News »Vadodara City» Anuj Patel Threatened Giri A Political Murder Films Producer In Vadodara

વડોદરા: પૂર્વ કોર્પોરેટર પ્રફુલ્લગીરીના રહસ્યમય મોત પરની ફિલ્મના પ્રોડ્યુસરને ધમકી

Bhaskar News, Vadodara | Apr 14, 2017, 01:45 AM IST

  • વડોદરા: પૂર્વ કોર્પોરેટર પ્રફુલ્લગીરીના રહસ્યમય મોત પરની ફિલ્મના પ્રોડ્યુસરને ધમકી,  vadodara city news in gujarati
(તસવીર પ્રતિકાત્મક)
 
વડોદરા:પૂર્વ કોર્પોરેટર પ્રફુલ્લગીરી ગોસ્વામીના રહસ્યમય મોતની ઘટનાને પગલે કારેલીબાગના નિલેશ પટણીએ ગીરી એ પોલીટીકીલ મર્ડર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. તેના ગણતરીના દિવસોમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અનુજ પટેલે તેમના મોબાઇલથી ગર્ભિત ધમકી આપી હોવાની નિલેશ પટણીએ પોલીસ કમિશ્નરને અરજી આપતાં રાજિકયક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. 
 
ગીરી- અ પોલીટીકલ મર્ડર મૂવી બનાવવાની જાહેરાત કરી
 
અનુજ પટેલે તો કોઇ પોતાના મોબાઇલ નંબરથી ધમકી આપતું હશે? તેવી દલીલ કરી પોલીસ બોલાવશે તો જવાબ આપીશું તેમ જણાવ્યું હતું.કારેલીબાગમાં રહેતા નિલેશ પટણીએ અરજીમાં જણાવ્યું છે કે, ગત સપ્તાહમાં અમે ગીરી- અ પોલીટીકલ મર્ડર મૂવી બનાવવાની જાહેરાત કરી હતી. જેના કારણે અમને ગર્ભિત ધમકી મળવાનું ચાલુ થયું છે. 
 
ઘરનું સરનામું પણ કહ્યું હોય તેનો શું મતલબ ?
 
12 એપ્રિલે સાંજે મારા મોબાઇલ પર કોલ આવ્યો હતો અને અનુજ પટેલ બોલું છું તેમ જણાવ્યું હતું તેમજ તેણે અમારું નામ અને ઘરનું સરનામું પણ કહ્યું હોય તેનો શું મતલબ ? મને અથવા મારા પરિવારને કંઇ પણ થાય તો તેની જવાબદારી ગર્ભિત ધમકી આપનારની છે તેમ જણાવ્યું છે.  આ સંદર્ભે અનુજ પટેલે કહ્યું કે, લિફ્ટના મેઇન્ટેનન્સ માટે નેહલ પટણીને કોલ કરવા ગયો પણ નિલેશ પટણીને લાગી ગયો હતો. તેના મિત્ર દક્ષેશ શાહે મને જણાવ્યું કે અમે પ્રફુલ્લગીરી પર ફિલ્મ બનાવી રહ્યા છીએ અમને પૈસા આપો. મેં તેને કોઇ ધાકધમકી આપી નથી. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Anuj Patel threatened Giri A Political Murder films producer in Vadodara
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended