Home »Madhya Gujarat »Latest News »Vadodara City» નીલકંઠભાઇ...તમે રડીને માત્ર વાતચીત થઈ હોવાનું કહો છો...પણ તમે મારી સાથે રાત વિતાવી છે : પીડિતા

નીલકંઠભાઇ...તમે રડીને માત્ર વાતચીત થઈ હોવાનું કહો છો...પણ તમે મારી સાથે રાત વિતાવી છે : પીડિતા

DivyaBhaskar News Network | Mar 16, 2017, 02:30 AM IST

  • નીલકંઠભાઇ...તમે રડીને માત્ર વાતચીત થઈ હોવાનું કહો છો...પણ તમે મારી સાથે રાત વિતાવી છે : પીડિતા,  vadodara city news in gujarati
ટોરેન્ટોસ્વામિનારાયણ મંદિરના સ્વામી સુજ્ઞેયે યુવતી સાથે દુષ્કર્મ ના આચર્યું હોવાના કરેલા બચાવ અંગે પિડીતાએ જવાબ આપતા 3.23 મિનીટની ઓડીયો ક્લીપમાં રડતાં રડતાં જણાવ્યું હતું કે નિલકંઠભાઇ... (ભગવો ત્યજ્યા પછી સુજ્ઞેય સ્વામીનું નામ નિલકંઠ પડ્યું.) તમે રડીને વાતચીત કરી હોવાનું કહો છો પણ તમે મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તમે હજું પણ સ્વીકારવા માંગતા નથી. પિડીતાએ જણાવ્યું હતું કે નિલકંઠભાઇ..જો તમે મારુ સારુ ઇચ્છતા હોત તો આજે મારી હાલત ના હોત....સ્વામી સુજ્ઞેયે કરેલા બચાવને જવાબ આપતા પિડીતાએ 42 સેકન્ડની એક વિડીયો ક્લીપમાં જણાવ્યું હતું કે વાત સાચી છે અને સ્વામી સુજ્ઞેયે તેની સાથે મંદિરમાં એક રાત ગાળી હતી..મને ડાયરેકીટવ પણ આપવામાં આવ્યા હતા બીજા મેસેજીસ પણ તેની પાસે છે..

બનાવ ખરેખર બન્યો હોવાનું પિડીતાએ વિડીયો ક્લીપમાં જણાવ્યું હતું. હાલ નિલકંઠ પટેલ નામ ધારણ કરેલા સ્વામી સુજ્ઞેયે રડમસ ચહેરે પોતે દુષ્કર્મ ના આચર્યુ હોવાનું જણાવીને યુવતી સાથે લાગણીશીલ બનીને કરેલી વાત ભુલ હતી તેમ જણાવ્યું હતું. ...અનુસંધાન પાના નં.17



સ્વામી સુજ્ઞેયે કરેલા બચાવનો જવાબ આપતા પિડીતાએ એક ઓડીયો ક્લીપમાં જણાવ્યું હતું કે ઘટના ખોટી નથી પરંતુ સાચી છે. સ્વામી સુજ્ઞેયે મારા પ્રોબ્લેમ સોલ્વ કરીને મને ફસાવી હતી.તે સમયે અને અત્યારે પણ હું માનસિક રીતે સ્વસ્થ છું અને જોબ પણ કરું છું. ખરેખર તો બનાવ પછી હું ડિપ્રેશનમાં છું. હું જીંદગી છોડવાની હતી પણ બનાવ બન્યા પછી...જો સ્વામી સુજ્ઞેયને મારી કે મારા પરિવાર પ્રત્યે લાગણી હોય તો હું છેલ્લા દોઢ વર્ષથી દુખી કેમ થાઉંછું તેમ પિડીતાએ જણાવ્યું હતું. તમે અને સંસ્થા બનાવનું સોલ્યુસન લાવવા માંગતા નથી તેમ જણાવી પિડીતાએ કહ્યું હતું કે હું ધીરે ધીરે લાગણીના પ્રવાહમાં બંધાઇ હતી, તે વાત ખોટી છે. બનાવ પછી ઘણાં મેસેજીસ આવતા હતા પણ મે સ્વામી સુજ્ઞેયના મેસેજીસનો પણ રિસ્પોન્સ આપ્યો હતો.તેના પ્રુફ છે ખરેખર તો લગ્નની વાત બનાવ બન્યા પછી હરિપ્રસાદ મહારાજે કરી હતી અને મારી પાસે તેનું પ્રુફ પણ છે. અન્નકુટની તે વાત કરે છે અને છોકરા અવર જવર કરતા હોવાની વાત કરે છે પણ તેમણે મને બોલાવી હતી તેનું પણ પ્રુફ છે.

વર્ષ સુધી રાહ જોઈને ફરિયાદ કરી

પિડીતાએજણાવ્યું હતું કે એક વર્ષ સુધી રાહ જોવાનું કારણ હતું કે અંદરો અંદર સમાધાન કરી હરિપ્રસાદ સ્વામી અને સંસ્થાને નુકશાન ના થાય તે માટે અમે મિટીંગો કરી હતી. વિશ્વાસ રાખી રાહ જોઇ પણ કંઇ સમાધાન ના થયું તેથી મેં ફરિયાદ કરી... સંસ્થાને બદનામ કરવા પગલું ભર્યુ નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: નીલકંઠભાઇ...તમે રડીને માત્ર વાતચીત થઈ હોવાનું કહો છો...પણ તમે મારી સાથે રાત વિતાવી છે : પીડિતા
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended