Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Zhalod Bhavapura Near Valley In Put Jeep In Accident One Killed Four Injured

ઝાલોદ: ભાવપુરા નજીક કોતરમાં જીપ ખાબકતાં એકનું મોત, ચાર ઘાયલ

Bhaskar News, Zalod | Mar 11, 2017, 01:05 AM IST

  • ભાવપુરામાં કોતરમાં ખાબકેલી જીપ ક્રેઇનથી કાઢી હતી
ઝાલોદ:ભાવપુરા પાસેના બાયપાસ નજીકના એકાએક ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પાણીના ઊંડા કોતરમાં પૂર ઝડપે ખાબકી હતી, જેમાં એકનુ મોત અને અન્ય ચાર ઘાયલ થતાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. શુક્રવારે વહેલી સવારે ગાંધીનગર મજૂરીએથી હોળીનો તેહવાર કરવા ધાવડીયા અને મોરવા હડફ તાલુકાના કારીગરો GJ.17.N.7891 નંબરની તુફાન જીપમાં સાથે નીકળ્યા હતાં. જેમાં ધાવડીયા ગામના સાથી કારીગરોને મૂકીને મોરવા તાલુકાના પાંચ કારીગરો પાછા ફરતા હતા.
 
ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા
 
દરમિયાન ઝાલોદના ભાવપુરા પાસેના બાયપાસ નજીકના પાણીના ઊંડા કોતરમાં એકાએક ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આખી તુફાન ગાડી કોતરમાં પૂર ઝડપે ખાબકી હતી.જેમાં ગાડીમાં સવાર પાંચ કારીગરો માંથી એકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.જયારે અન્ય ત્રણને ગંભીર ઇજા પહોંચતા ઝાલોદ સરકારી દવાખાને લઇ જવાયા હતા.જ્યાં વધુ તબિયત ગંભીર જાણતા લુણાવાડા અને દાહોદ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.
 
ગુનો દાખલ કરાયો છે
 
ઝાલોદના ભાવપુરા પાસેની બનેલી ઘટના ગાડીને ક્રેન મંગાવીને બહાર કાઢીને અન્યને બચાવવામાં આવ્યા હતા.જેમાં એક નું મોત થયું છે.આ બનાવમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.-કે.ડી.ડીંડોર, પીએસઆઇ ઝાલોદ
 
4 કલાક બાદ જીપ કાઢતાં એક મૃતદેહ અંદરથી મળ્યો
 
ઝાલોદના ભાવપુરા પાસેના કોતરમાં ગાડી પડ્યાની જાણ થવા સાથે જ પોલીસ ઘટના સ્થળે ધસી ગઇ હતી. ગ્રામજનોએ ધુબાકા મારીને જીપમાંથી ચાર લોકોને બહાર કાઢ્યા હતાં.ગાડીમાં સવાર  મોરવાના નવા ગામના ગુલાબ સરદાર ડીંડોર, જયસિંગ નાથા પાંડોર, મનુભાઈ નાના પાંડોર સહિતના ચારને બહાર કાઢીને દવાખાને ખસેડ્યા હતાં.જ્યારે ૪ કલાકની ભારે જહેમત બાદ ક્રેન દ્વારા ગાડી બહાર કાઢતા તેમાંથી મોરવા હડફ તાલુકાના તાજપુરી ગામના રામભાઈ અરજનભાઇ ડામોર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાં.
 
આગળની સ્લાઇડમાં વાંચો,બાંસવાડા-દાહોદ બાયપાસનું કામ અધૂરું છતાં રસ્તો ચાલુ...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Zhalod bhavapura near valley in Put Jeep in accident One killed four injured
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended