Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Youths Each Others Hair Cutting In Chhalvata Village Of Nasvadi

ગુજરાતના આ ગામની અનોખી પરંપરા, યુવાનો જાતે જ કરે છે એકબીજાના હેર કટિંગ

Irfan Meman, Chhota Udaipur | May 21, 2017, 21:40 PM IST

છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકો આદિવાસી બાહુલ્ય ધરાવતો તાલુકો છે. સામન્ય રીતે આજના આધુનિક યુગમાં દરેક નવ યુવાન હેન્ડસમ બની પોતાની આગવી ઓળખ આપતા હોય છે. જેમાં નવ યુવાનો હેન્ડસમ દેખાવવા માટે તેના માથાના વાળની ખૂબ મહત્વતા છે. ત્યારે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં નવ યુવાનો એક બીજાના વાળ કાપી રહ્યા છે.

યુવાનો લગ્નના આગલા દિવસે કાપાવે છે વાળ

સામાન્ય રીતે આજે શહેરના નવ યુવાનો અવનવી ફેશન મુજબ હેસ સલુનમાં વાળ કપાવવા માટે હજારો રૂપિયા ખર્ચ કતતા હોય છે. ત્યારે નસવાડીના ડુંગર વિસ્તારના નવ યુવાનો ગામમાં લગ્ન હોય ત્યારે આગલા દિવસે એક બીજાના વાળ કાપતા હોય છે. આદીવાસી નવ યુવાનો આ અલગ-અલગ હેર સ્ટાઇલના વાળ કટિંગ માટે કોઇ હેર સલુંન પર શીખવા નથી ગયા કે નથી કોઇ તાલીમ લીધી તેમ છંતાય તેઓ અવનવી સ્ટાઇલમાં તેઓ એક બીજાના વાળ કાપે છે.

વૃક્ષના છાયડાં નીચે ભેગા થાય છે યુવાનો

આજના આધુનિક યુગમાં હેર સલુંનમાં વાળ કટિંગ માટે હજારો રૂપિયાના પગારદાર કારીગરો રાખવા પડે છે. ત્યારે નસવાડીના આ નવ યુવાનો ડુંગર વિસ્તારમાંથી નસવાડી વાળ કપાવવા આવે તો તેમને ભાડું રૂ. 50 થાય છે. હાલ ડુંગર વિસ્તારમાં ઉનાળાના સમયમાં આ નવ યુવાનો પાસે રોજગારીનો મુખ્ય અભાવ છે. સામાન્ય રીતે ફેશનેબલ વાળ કપાવવાના નોર્મલ 500થી 1000 રૂપિયા હેર સલુંન વાળ લેતા હોય છે. ત્યારે નસવાડીના નવ યુવાનો ગામના જ નિશાળ ફળીયા પાસે વૃક્ષના છાયડાં નીચે ભેગા થઇ એક બીજાના વાળ કાપી રહ્યા છે.
 
(તસવીરો: ઈરફાન મેમણ, નસવાડી)
આગળની સ્લાઇડ્સમાં જુઓ તસવીરો અને વાંચો, ફેશનેબલ હેર કટિંગના નથી કોઇ સાધનો કે મોંઘી દાટ ખુરશી...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Youths Each Others Hair Cutting in Chhalvata Village of Nasvadi
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended