Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Water Crisis In Samdi Village Of Pavijetpur

કુદરતી સૌંદર્યથી ભરપૂર આ ગામમાં નથી એક પણ બોર, પથ્થરો તોડીને કાઢવું પડે છે પાણી

Bhaskar News, Pavijetpur | May 20, 2017, 00:50 AM IST

  • સમડી ગ્રામજનોને પીવાના પાણી માટે તકલીફો
પાવીજેતપુર:પાવીજેતપુર પંથકમાં ગત વર્ષે વરસાદ ઓછો પડતાં અંતરિયાળ વિસ્તારમાં ઉનાળાના સમયમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થવા પામી છે. છેલ્લાં ત્રણ વર્ષથી પાણી માટે પંથકનાં કેટલાંક ગામોમાં પાણીની તંગી વર્તાઇ રહી છે. તેમાં સમડી ગામના લોકોની પરિસ્થિતિ તો દયનીય છે. સમડી ગામ ડુંગરાળ વિસ્તારથી ઘેરાયેલું છે અને 600થી વધુ લોકો ડુંગર ઉપર જ વસવાટ કરી રહ્યા છે. પરંતુ આ કુદરતી સૌંદર્યનો આજીવન આનંદ લેતા ગ્રામજનોને છેલ્લા ત્રણ વર્ષથી ઉનાળાની શરૂઆતથી જ પીવાના પાણી માટે તકલીફો ઊભી થાય છે.

દર ઉનાળે ડુંગરા ખૂંદીને પાણી કાઢવાનો પરિશ્રમ

સમડી ગામમાં હાલ ચારેક બોર આવેલા છે અને એક મીની ટાંકીની વ્યવસ્થા સરકારે કરી છે. હાલ ગામના એક પણ બોરમાં એક ટીપું પાણી આવતું નથી. માત્ર ગામમાથી પસાર થતાં કોતરમાં એક ઠેકાણે પાણી મળે છે તે પણ માત્ર બે બેડા અને તે પણ સાવ ગંદુ. તેમ છતા આ કાળઝાળ ગરમીમાં મહીલાઓ મોટા મોટા ડુંગરો પરથી પોતાના બાળબચ્ચાં સાથે ડુંગરો ખૂંદીને બે બેડા પાણી લેવા માટે કોતરમાં ઉતરે છે. આ કોતર પથરાળ છે જેથી મહીલાઓને પુરુષોનો સહકાર પણ લેવાની ફરજ પડી રહી છે. ગામની મહીલાઓ સવારથી જ પાણી માટે ડુંગરો ખૂંદીને કોતરમાં જાય છે અને ગામના પુરુષો પણ સાથે જાય છે અને ધરી, પાવડા લઈને કોતરમાં જ્યાં પાણી મળે ત્યાં ખોદકામ કરે છે. ત્યાં માંડ બે બેડા જેટલું પાણી મળે છે. પાણી એટલું ગંદુ મળે છે પણ લોકો આવું પાણી પીવા માટે મજબૂર બની ગયા છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, સમડી ગામના કોતરમાં માંડ બે બેડા પાણી મળ્યા....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Water Crisis in Samdi Village of Pavijetpur
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended