Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Wanted For Crimes Including Robbery Police Son Arrested At Halol

લૂંટ સહિતના ગુનામાં વોન્ટેડ પોલીસ પુત્ર હાલોલ પાસેથી ઝડપાયો

Bhaskar News, Halol | Apr 18, 2017, 01:18 AM IST

  • હાલોલ રીન્કી ચોકડી ખાતેથી હથિયારો સાથે બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી પોલીસ.
હાલોલ:હાલોલ પોલીસને મળેલી બાતમીના આધારે આજે વડોદરાના લૂંટના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને એક દેશી બનાવટની પિસ્ટલ,ચાર જીવતા કારતૂસ અને એક છરા સાથે રીન્કી ચોકડી હાલોલથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
 
જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન અને સૂચના મુજબ હાલોલ ડીવાયએસપી વી આર બાજપેઇને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાલોલ પોલીસ મથક ઇન્ચાર્જ પીઆઇ ડી એન ચુડાસમા અને પોલીસ કર્મચારીઓ વોચ રાખી આજરોજ સોમવારની ઢળતી સાંજે હાલોલ રીન્કી ચોકડી નજીક ઉભા હતા તે સમયે બાતમીવાળા ઇસમો પંકજ ઉર્ફે આર્યા ભરતભાઇ આર્યા ઉવ.26 ધંધો બાઉન્સર રહે 35 ગિરધર પાર્ક,રિફાઇનરી રોડ ગોરવા વડોદરા તથા ગુરપ્રિતસીંગ ઉર્ફે ગોપી સતનામસિંગ જાતે બાજવા ઉ વ.25 ધંધો.બાઉન્સર.
 
આરોપીઓ અગાઉ ગંભીર પ્રકારના અનેક ગુનામાં સંડોવાયેલા છે
 
રહે ભગવતી સોસાયટી મકાન નંબર 16 રણોલી વડોદરાનાઓને ઝડપી પાડી અંગ ઝડતી કરતાં દેશી બનાવટની એક પિસ્ટલ,ચાર જીવતા કારતૂસ અને એક છરો મળી આવતાં આર્મ્સ એકટ 25(1) એ મુજબ ગુનો નોંધી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન આરોપીઓ વર્ષ 2016માં પાદરા પોલીસ મથકમાં ચતુર પટેલ નામના વેપારીનું અપહરણ કરી ખંડણી અને ધાડના ગુનામાં નાસતા ફરતા હતા.આરોપીઓ અગાઉ ગંભીર પ્રકારના અનેક ગુનામાં સંડોવાયેલા છે.

આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Wanted for crimes including robbery police son arrested at Halol
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended