Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Sanjeli Sakhi Organization President Threat Of Death By BJP General Secretary

સંજેલીમાં સખી સંગઠનના પ્રમુખને BJP મહામંત્રી દ્વારા મોતની ધમકી

Bhaskar News, Sanjeli | Feb 25, 2017, 00:49 AM IST

  • સંજેલીમાં સખી સંગઠનના પ્રમુખને BJP મહામંત્રી દ્વારા મોતની ધમકી,  panchmahal news in gujarati
(તસવીર પ્રતિકાત્મક)
 
સંજેલી:સંજેલી તાલુકાના ભાજપા મહામંત્રી અને નેનકી ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ મહેન્દ્ર વેલજી પલાસએ પોતાના ગૃપ પંચાયત મત વિસ્તારના શૌચાલય બનાવતી ગ્રામ સખી સંગઠનના મહિલા પ્રમુખ જમનાબેન ઉપેન્દ્ર પલાસને ટેલીફોનીક વાત દરમિયાન ગાળો આપી અને અધિકારી જોડે સબંધ ધરાવે તેવી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે.
 
તું કેવીક ગામમાં રહે છે અને અધિકારી જોડે સંબંધો રાખે છે
 
19 જાન્યુ.એ સાંજના જમનાબેન ઘરકામ કરી રહ્યા હતાં. ત્યારે નેનકી સરપંચ અને ભાજપાના મહામંત્રીનો હોદ્દો ધરાવતા મહેન્દ્ર પલાસનો ફોન આવ્યો હતો. તેમણે  તું કેવાક શૌચાલયો બનાવે છે, કેમ લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે. તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી. તું કેવીક ગામમાં રહે છે અને અધિકારી જોડે સંબંધો રાખે છે. 
 
ગામમાં ફરવા દઉ નહી કહી ધમકી આપી હતી
 
હું ગામનો રાજા છું તને અને તારા ઘરવાળાને ગામમાં ફરવા દઉ નહી કહી ધમકી આપી હતી. સમગ્ર વાતચીત ફોનમાં રેકોર્ડ કરીને સંજેલી પોલીસ મથકે ફરિયાદ કરી હતી. આ મામલે જમનાબહેને તાલુકા જિલ્લા સ્વાગતમાં પણ ફરિયાદ કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sanjeli Sakhi organization president threat of death by BJP general secretary
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended