Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Pavagadh SRP Soldier Dead By Heart Attack

પાવાગઢના SRP જવાનનું હૃદયરોગના હુમલામાં મોત, ગોર્ડ ઓફ ઓનર અપાયું

Bhaskar News, Halol | Apr 21, 2017, 23:47 PM IST

  • પાવાગઢના SRP જવાનનું હૃદયરોગના હુમલામાં મોત, ગોર્ડ ઓફ ઓનર અપાયું,  panchmahal news in gujarati
હાલોલ: ગાંધીનગર એસઆરપી ગ્રુપમાં ફરજ બજાવતા અને વડોદરા નાગરવાડા વિસ્તારમાં ફરજ પર મુકાયેલા પાવાગઢના રણછોડભાઇ હિમતભાઇ સોલંકીને જવાનો માટે શાકભાજી લેવા ગયા હતા. જયાં હૃદયરોગનો હુમલો આવતા તેઓનું મોત નીપજયુ હતુ. પાવાગઢના મુળ વતની રણછોડભાઇ હિમતભાઇ સોલંકી ઉવ.56, ગાંધીનગર એસઆરપી ગ્રુપમાં નોકરી કરતા હતા. છેલ્લા કેટલાક સમય તેઓને વડોદરા નાગરવાડા ખાતે ફરજ પર મુકાયા હતા. તેઓ એસઆરપીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ જવાનોની મેસ માટે શાકભાજી લેવા વડોદરા શાકમાર્કેટમાં ગયા હતા.
 
ત્યારે હૃદયરોગનો હુમલો થતા તેઓને સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જયાં ફરજ પરના તબીબએ તેઓને મૃત જાહેર કર્યા હતા. જેનાથી વડોદરા અને ગાંધીનગર એસઆરપી પોલીસમાં ઘેરાશોકની લાગણી વ્યાપી ગઇ હતી. તેઓના મૃતદેહનું પીએમ કરાયા બાદ પાવાગઢ મૃતદેહને લવાયો હતો. જયાં એસઆરપી જવાનો દ્વારા ગોર્ડ ઓફ ઓનર અપાયા બાદ અંતિમ સંસ્કાર કરાયા હતા. તેઓ પોતાની પાછળ પોતાની પત્ની અને બે પુત્રોને વિલાપ કરતા મુકી ગયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pavagadh SRP Soldier dead by heart attack
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended