Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Panchmahal In Celebrated Maha Shivratri Such Was The Atmosphere In Temple

પંચમહાલમાં શિવાલયોમાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું, આવો હતો માહોલ

Bhaskar Network | Feb 25, 2017, 00:23 AM IST

  • ગોધરા, દાહોદ, ફતેપુરા, દે. બારિયા, શહેરા, ગરબાડા, હાલોલના મરડેશ્વર વગેરે વિવિધ શિવાલય ખાતે શિવજીના દર્શન માટે ભક્તોનો ધસારો રહ્યો હતો.
ગોધરા/શહેરા/ફતેપુરા/દાહોદ:ગોધરા સહિતના પંચમહાલ જીલ્લામાં આવેલા શિવજી મંદીરોમાં શિવરાત્રીની ધાર્મિક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી દરમ્યાન ઐતિહાસિક ધર્મસ્થાન શહેરાનું મરડેશ્વર મહાદેવનું મંદીર માં દિનભર શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા જો કે  લોક માન્યતા અનુસાર સ્વયં પ્રગટ થયેલા મહાદેવ ચોખાભાર વધે છે અને મેળામાં લોકો ઉમટી પડ્યા હતા.શુક્રવારે શિવરાત્રીને અનુલક્ષીને સમગ્ર પંચમહાલ જીલ્લો શિવમય બની ગયો હતો.પંચમહાલ જીલ્લા સહિત ગોધરાના શિવમંદીરો શિવરાત્રીને અનુલક્ષીને શણગારવામાં આવ્યા છે.વહેલી સવારથી ભક્તોની ભીડ શિવાલયો ઉપર ઉમટી પડી હતી અને શિવજીની પુજા અર્ચના કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
 
શિવરાત્રીના તહેવારે પંચમહાલ જીલ્લાના નગરો સહિત ગોધરા ખાતેના શિવાલયો શણગારવામાં આવ્યા હતા.વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો શિવાલયો ઉપર નિહાળવા મળ્યો હતો.વહેલી સવારથી ગોધરા ખાતેના અંકલેશ્વર મહાદેવ મંદીર, લાલબાગ મંદિર, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, મહાવીર નગરના મહેશ્વર સહિતના મંદિરોમાં ભક્તોએ વિવિધ અભિષેક કરીને શિવજીની પુજા અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી.પંચમહાલ જિલ્લામાં શિવરાત્રીને અનુલક્ષીને ઠેર ઠેર શિવાલયો ખાતે મેળાઓનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.જ્યારે જીલ્લામાં કાલોલ તાલુકાના વેજલપુર નજીક આવેલ ધુસરના ગુપ્તેશ્વર મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. 
 
તથા શહેરાના મરડેશ્વર મહાદેવ મંદિર લોક માન્યતા મુજબ મંદિરમાં શિવલીંગ સ્વયં રીતે દરવર્ષે ચોખા જેટલો આકારમાં ઉંચાઇ વધે છે જેથી આસ્થાનું કેન્દ્ર બનેલુ છે. વર્ષો પુર્વે  મરડ નામના પથ્થરમાંથી ઉદ્દભવિત લીંગ પરથી મરડેશ્વર  નામ પડયુ છે. દિનભર  મહાશિવરાત્રીની ઉજવણીની કારણે વહેલી સવારથી પુજા અર્ચના નું આયોજન કરવામાં આવતા લુણાવાડા ગોધરા તથા દુર દુરથી શ્રધ્ધાળુઓની વહેલી સવારથી દર્શન માટે ઘસારો જોવા મળ્યો હતો.વળી આજના વિશેષ દજિને મેળાનું આયોજન થતા ભક્તોએ પણ મેળામાં ભાગ લીધો હતો. સવારથી જ ભોળા શંભુના ભકતો મોટીસંખ્યામાં દર્શનનો લ્હાવો લેવા ઉમટી પડતા હતા.
 
ફતેપુરામાં મહાશિવરાત્રી શોભાયાત્રા
 
ફતેપુરામાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભગવાન કામેશ્વર મહાદેવની નગરમાં ભ‌વ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં ભક્તોએ રાસગરબાની રમઝટ મચાવી હતી. ફતેપુરામાં મહાશિવરાત્રીના પાવન પર્વને લઇને તાલુકાના મંદિરોને ફુલોથી રોશનીથી જગમગાવી દેવામાં આવ્યા હતા. શિવરાત્રી નિમિત્તે ભક્તોએ ભગવાન શંકરની પૂજા અર્ચના કરી પ્રસન્ન કરવાના પ્રયાસો કર્યા હતા. કામેશ્વર મંદિરના ભગવાન મહાદેવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. વાજતે ગાજતે બેન્ડવાજા સાથે હર હર મહાદેવના નાદ સાથે શોભાયાત્રા નિકળી હતી.

દાહોદમાં ભોલેનાથની ભવ્ય શોભાયાત્રા નીકળી
 
મહા શિવરાત્રી પ‌ર્વને લઈ દાહોદ જીલ્લા તેમજ શહેરના શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠયા હતા. વહેલી સવારથી ભગવાન શિવના દર્શન કરવા મંદિરોમાં ભકતો દુધ.બિલીપત્ર.પ્રસાદ તેમજ અભિષેક કરવામાં આવ્યો હતો. જીલ્લામાં 24 જગ્યાઓ પર શિવરાત્રીના મેળી ભરાયા હતાં.શહેરના ખાન નદી પર શિવરાત્રીના મેળામાં આજુબાજુના ગામના લોકો ખુબજ મોટી સંખ્યામાં મેળાની મઝા માણવા આવ્યા હતા.શહેરના સમસ્ત સિંધી સમાજ ધ્વારા ઝુલેલાલ સોસાયટી શિવ મંદિરમાં મહા આરતી કર્યા બાદ ભગવાન શિવની શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને મંડાવ સર્કલ પર વિસર્જન કરવામાં આવ્યું હતું.
 
છેલ્લા 24 વર્ષથી સુખદેવકાકા હરિજનવાસ ધ્વારા પીપલેક્ષ્વર મહાદેવની શોભાયાત્રા ધામધુમથી કાઢવામાં આવે છે.આ વર્ષે પણ પિપલેક્ષ્વર મહાદેવની શોભાયાત્રા શહેરના પડાવ નગર પાલીકા માર્ગો પરથી પસાર થઈને સુખદેવકાકા હરિજનવાસમાં પરત ફરી હતી.શિવરાત્રી નો પર્વ પર શિવ ભક્તો ઊપવાસ કરતા હોવાથી ફરસાણોની દુકાનોમાં કેળાની વેફર,ફરાળી ચેવડો.સાબુદાણાની ખિચડી જેવી વસ્તુઓતેમજ ફ્રુટની લારીઓ પર ફુટ લેતા દુકાનોમાંઅને ફુટની લારીઓ પર  ભારે ભીડ જોવા મળી હતી.શિવ મંદિરોમાં સાજના સમયે ભજન કિર્તન અને ભંડારા કરવામાં આવ્યા હતાં.
 
આગળની સ્લાઇડમાં વાંચો,પ્રણેશ્ર્વર મહાદેવ અને સોમનાથમહાદેવ ના મંદીરે ભક્તો ઊમટી પડ્યા...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Panchmahal in celebrated Maha Shivratri such was the atmosphere in temple
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended