Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Lunavada Sujalam Suphalam Canal In Breach Due Turning Farms Back In The Water

લુણાવાડા: સુજલામ સૂફલામ કેનાલમા ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળ્યાં

Bhaskar News, Lunavada | Mar 06, 2017, 00:48 AM IST

  • લુણાવાડા: સુજલામ સૂફલામ કેનાલમા ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળ્યાં,  panchmahal news in gujarati
(આંકલીયાની કેનાલમાંથી પાણી નીકળતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં)
 
લુણાવાડા:કડાણા તાલુકાના આંકલીયા ગામમાંથી પસાર થતી સુજલામ સૂફલામ કેનાલમાં 1400 મી કન્ટ્રોલ કેબીન નજીક આવેલા કોતર પાસે ગાબડુ પડ્યુ હતું. છેલ્લા આઠ મહીનાથી આ કેનાલ શરૂ છે જેમાં  આજરોજ 12 પછી ગાબડુ પડતા કોતરમાં પાણી વહી જવા માંડયુ અને જળબંબાકાર થઈ જાય તેવી સ્થિતિના પગલે વ્યાપક નુકસાનની ભીતિ સર્જાઈ હતી. 
 
ગેટ બંધ કરાવી સમારકામ શરૂ કર્યું હતું
 
આ અંગેની જાણ નાયબ કાયૅપાલક ઇજનેર આર.કે.પટેલ ને થતા તાત્કાલીક ધોરણે સ્થળ પર પહોંચી આગળના ગેટ બંધ કરાવી સમારકામ શરૂ કર્યું હતું. હાલ સ્થિતિ કાબુમાં છે જો કે પાણી કોતરમાં વહી જતા ખેતર કે કોઇ અન્ય નુકશાન થયું નથી. અને જાણવા મળ્યા મુજબ, બે દીવસમાં રાબેતા મુજબ ફરીથી નહેર શરૂ કરી દેવામા આવશે.
 
તાત્કાલિક ગેટ બંધ કરાવ્યા
 
મને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી ગેટ બંધ કરાવ્યા છે,સમારકામ થઈ બે દિવસમાં રાબેતા મુજબ ફરીથી નહેર શરૂ થઈ જશે.-આર.કે.પટેલ, નાયબ કાયૅપાલક ઇજનેર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lunavada sujalam suphalam canal in breach due turning farms back in the water
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended