Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Jasvantsinh Bhabhor Visits Fatepura Yesteday

ફતેપુરા-રાજસ્થાનની બસ શરુ કરાવીશ: કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર

Bhaskar News, Fatepura | Apr 21, 2017, 00:55 AM IST

  • ફતેપુરા-રાજસ્થાનની બસ શરુ કરાવીશ: કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર,  panchmahal news in gujarati
ફતેપુરા:ફતેપુરા તાલુકાની મામલતદાર કચેરીમાં 90 લાખ ખર્ચે નવિન તૈયાર થયેલ કોનફરન્સ હોલનું ગુરુવારે કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરના હસ્તે રીબીન કાપી તકતીનુ અનાવરણ કરી હોલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.  સાથે અન્ય ઓફિસોનુ અનાવરણ કરાયું હતું. કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, ફતેપુરા તાલુકામા રસ્તાઓ નવિન ઊચા નાળાઓ આગણવાડીઓ, મામલતદાર તાલુકા પંચાયત હેલ્થ કચેરી નવિન પોલીસ સ્ટેશન, નવિન બસસ્ટેન્ડ બનાવી વિકાસ કરાયો છે.  ટુક સમયમાં ફતેપુરા ખાતે આરામગૃહ બનશે, ફતેપુરાથી રાજસ્થાન તરફની બસો પણ શરુ કરાવીશુ, ફતેપુરા તાલુકાને પીવાના પાણી સિંચાઇ ના પાણી સુવિધા પુરી પાડીશુ.
 
ફતેપુરા તાલુકાના વિકાસ માટે દશ વષઁમા 700 કરોડ ખચીં વિકાસ કરયો છે. ગામ સમાજનો સઁવાગી વિકાસ કરાયો છે. ફતેપુરા તાલુકાના લોકો એ મને આપેલા મતોનુ રુણ ચુકવવા આવ્યો છું અને સંપૂર્ણ વિકાસ કરીશું તેમજ મોદીના ન્યુ ઇન્ડિયાના  સ્વપ્નને સાકાર કરીશું.ફતેપુરા મામલતદાર કચેરીએ નવિન કોન્ફરન્સ હોલના લોકાર્પણ પ્રંસગે દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયાર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, પ્રફુલભાઇ ડામોર, ઝાલોદ પ્રાન્ત, ફતેપુરા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સહિત સભ્યો,સરપંચો, કાર્યકરો હાજર રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jasvantsinh Bhabhor visits Fatepura yesteday
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended