Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Investigation Begins Against Deputy Sarpanch Who Gave Wrong Information In Election

ગોધરા: ખોટી માહિતી આપી બન્યા ડે.સરપંચ, 7 સંતાનોના મુદ્દે તપાસ શરૂ

Bhaskar News, Godhar | May 19, 2017, 01:16 AM IST

  • ગોધરા: ખોટી માહિતી આપી બન્યા ડે.સરપંચ, 7 સંતાનોના મુદ્દે તપાસ શરૂ,  panchmahal news in gujarati
ગોધરા:ગોધરા તાલુકાના લીલેસરા ગામના વ્યક્તિ દ્વારા પોતાની માહિતી છુપાવીને સભ્ય તરીકેનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. જે મામલતદાર કચેરી ખાતે મંજુર થયા બાદ ચુંટણીમાં સભ્ય પદે જીતીને લીલેસરા ગામના ડેપ્યુટી સરપંચ તરીકે નિમાયેલા વ્યક્તિને સાત સંતાનો હોવા અંગે તેમજ સરકારના ધારા ધોરણનો ભંગ થયો હોવાથી તે અંગે લીલેસરા તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા પંચાયત કચેરીને અહેવાલ આપ્યો હતો. જેની સુનાવણી હાથ ધરીને તે અંગે કાર્યવાહી કરવામાં આવનાર છે.
 
સરકાર દ્વારા જાહેર ચુંટણીઓમાં બે કે તેથી વધુ સંતાનો સને 2005 બાદ હોય તેવા વ્યક્તિ ના ચુંટણી લડવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે કેટલાક નેતા બનવાના અભરખા ધરાવતા વ્યક્તિઓ દ્વારા પોતાની જાત માહીતી ખોડી દર્શાવીને ચુંટણી લડવાના અભરખા પુરા કરવામાં આવતા હોય છે.તેવો જ એક કિસ્સો ગોધરા તાલુકાના લીલેસરા ગામે પ્રકાશમાં આવ્યો છે.લીલેસરા ગામે રહેતા શંકરભાઇ વસાવા દ્વારા પોતાના બાળકો બાબતેની વિગતો છુપાવીને ગ્રામ પંચાયતોની યોજાયેલી ચુંટણીમાં સભ્ય તરીકે ફોર્મ ભરવામાં આવ્યું હતું.
 
જે ફોર્મ ગોધરા મામલતદાર કચેરીના જવાબદાર નાયબ મામલતદાર દ્વારા મંજુર પણ કરવામાં આવ્યું હતું.અને ચુંટણીમાં વિજય હાસલ કર્યા બાદ શંકરભાઇ વસાવાને સભ્યો દ્વારા ડેપ્યુટી સરપંચ તરીકે વરણી પણ આપવામાં આવી છે.સને 2005 બાદ ના વર્ષોમાં પણ સંતાન ધરાવનાર શંકરભાઇ વસાવા વિરુધ્ધ પંચાયતમાં રજુઆત કરાતા તલાટી કમ મંત્રી દ્વારા તે અંગેનો અહેવાલ તાલુકા પંચાયત ગોધરાને સુપ્રત કરવામાં આવ્યોછે. જેની સુનાવણી હાથ ધરીને જે તે નિરણય લેવામાં આવનાર છે. માહિતી છુપાવીને ચુંટણી લડનાર સભ્ય વિશેની વિગતો બહાર આવતા ગ્રામજનોમાં ચકચાર વ્યાપી જવા પામી છે.
 
અહેવાલ સુપત્ર કરી દીધો છે

ગ્રામજનોની રજુઆત આવતા તે મુદ્દે તપાસ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી ગોધરાને અહેવાલ સુપત્ર કરી દીધો છે. યોગ્ય નિર્ણય તેઓની કક્ષાએથી લેવાશે.- સુનીતાબેન વાઘેલા, ત ક મંત્રી લીલેસરા

માહિતી છુપાવવામાં આવી હતી

લીલેસરા તલાટી કમ મંત્રી દ્વારા ચુંટણીમાં સંતાનોની માહીતી છુપાવીને ચુંટણી લડી હોવા અંગેનો અહેવાલ આપ્યો છે.તે અંગે સુનાવણી રાખીને કાર્યવાહી કરાશે.- રણછોડભાઇ રાઠવા, ટીડીઓ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Investigation begins against deputy sarpanch who gave wrong information in election
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended