Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Illegal Clay Is Filling Into Kishansagar Lake At Lunawada

સુપ્રિમ કોર્ટનો અનાદર: લુણાવાડામાં ગેરકાયદેસર પુરાણ મુદ્દે પાલિકાની નોટિસની ઐસી-તૈસી

Bhaskar News, Lunawada | May 19, 2017, 01:25 AM IST

  • સુપ્રિમ કોર્ટનો અનાદર: લુણાવાડામાં ગેરકાયદેસર પુરાણ મુદ્દે પાલિકાની નોટિસની ઐસી-તૈસી,  panchmahal news in gujarati
લુણાવાડા:લુણાવાડા નગરમાં આવેલા ઐતિહાસિક કિસનસાગર તળાવમાં ગેરકાયદેસર માટી પુરાણ મામલે પાલિકા તંત્રે ફટકારેલી નોટિસને દબાણકર્તાઓએ ઐસી-તૈસી કરી છડેચોક ગેરકાયદેસર માટી પુરાણની કામગીરી યથાવત રાખતા મહીસાગર જિલ્લાતંત્રને પડકાર ફેંક્યો છે. લુણાવાડા પાલિકા હસ્તકના કિસનસાગર તળાવ રે.સ.નં. ૩૧૯માં તળાવની જમીનની દક્ષિણે તથા પશ્ચિમે રે.સ.નં. ૩૨૪ /૩ વાળી તળિયાની સપાટી જેટલી ઊંડી ખાડાવાળી જમીનમાં પરવાનગી વગર શરૂ કરવામાં આવેલું છે મોટાપાયે કરેલા માટી પુરાણને દિન-૭માં સ્વખર્ચે હટાવી લેવા પખવાડિયા અગાઉ ગેરકાયદેસર માટીપુરાણ કરનારાને પાલિકા તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી.
 
પરંતુ પાલિકાની નોટિસને ઘોળીને પી જતાં દબાણકર્તાઓએ માટી પુરાણની કામગીરી યથાવત રાખી સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર જળાશયોને પૂરી શકાય નહીં સરકારના સ્વચ્છ જળ સ્ત્રોત અને સમૃધ્ધિ માટે ઘડાયેલા અનેક કાયદાની અવગણના કરી છે. આ અંગે સ્થાનિક નાગરિકો દ્વારા પાલિકાને લેખિતમાં જણાવવામાં આવ્યું હતું જે સંદર્ભે પાલિકાએ કોઈ કડક કાર્યવાહી હાથ ધારવાને બદલે નોટિસ ફટકારી સંતોષ માન્યો હતો.
 
પરંતુ નોટિસથી બેપરવા અને તળાવની જમીનમાં દબાણ કરી હડપવાની કામગીરીમાં મશગુલ પર્યાવરણ શત્રુઓએ તેમની કામગીરી યથાવત રાખી છે. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા નગરની ધરોહરસમા સાતેય તળાવોની  સરકારી દફતરે નોંધાયેલ ક્ષેત્રફળ અનુસાર માપણી કરાવી દબાણ ખુલ્લુ કરાવવા માંગ ઉઠી રહી છે. જાગૃત નાગરિકો દ્વારા આ અંગે ધ્યાન દોરાય કે માધ્યમોમાં મામલો ગરમાય એટલે સફાળું જાગીને તંત્ર માત્ર નોટિસ ફટકારી સંતોષ માને છે. નવનિયુકત જિલ્લા કલેકટર ડો. એમ.ડી.મોડીયા કડકાઈથી વહીવટ માટે જાણીતા છે ત્યારે આગામી સમયમાં આ મામલે કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: illegal clay is filling into kishansagar lake at Lunawada
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended