Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Hanuman Anniversary Celebration Of The District, Including The Godhra

ગોધરા સહિત જીલ્લાભરમાં હનુમાન જયંતિની ઉજવણી

Bhaskar News, Ghodhra | Apr 12, 2017, 00:49 AM IST

ગોધરા:મંગળવાર અને હનુમાન જયંતીના સન્મવય વચ્ચે ગોધરા સહિતના જીલ્લાભરમાં હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ગોધરાના વાવડીબુર્ઝગ,સાંપા ગામે આવેલ હનુમાનજી મંદીર, હમીરપુર,અંકલેશ્વર મહાદેવ મંદીર સહિતના મંદીરોએ હનુમાન જયંતિને અનુલક્ષીને હવન, સુંદર કાંડ તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતું.વહેલી સવારથી જ  ભક્તોનો મંદિરમાં ધસારો જામ્યો હતો. જ્યારે પંચમહાલ જીલ્લા તથા મહિસાગર જીલ્લાના આસ્થાના કેન્દ્ર સમા  ઝંડ હનુમાન મંદિરે  તથા મલેકપુર મંદિરે દર્શનાથે મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.
 
મારૂતિયાગ અને સુંદરકાંડ પાઠનુ આયોજન કરાયું
 
ચૈત્રી પૂનમ એટલે હનુમાન જયંતિ તરીકે ઉજવાય છે. અને શ્રીરામભક્ત અંજનીપુત્રની જયંતિને લઇને વર્ષોથી ભક્તો દ્રારા અત્યંત શ્રધ્ધાભેર ઉમજણી કરવામાં આવતી હોય છે.જેના ભાગરુપે મંગળવારના રોજ હનુમાન જયંતીની ભક્તો દ્વારા ભારે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા સહિતના જીલ્લાભરના મંદિરોને કેસરીયા  રંગથી રંગરોગાન સાથે સજાવવામાં આવ્યા હતા. ત્યારે મંગળવારના સુયોગ વચ્ચે વહેલી સવારથી જ મંદિરોમા દર્શનાર્થે ભક્તોની આવનજાવન શરુ થઇ ગઇ હતી.
 
દિવસભર શ્રીફળ, તલ તેલ, અગરબત્તી , દિવા સાથે ભક્તોભાવપૂર્વ સામૂહિક હનુમાન ચાલીસાનુ પઠન કરીને તેમજ સંદરકાંડ નું આયોજન કરીને તથા મારુતિયજ્ઞનુ આયોજન પણ કરવામાં આવ્યુ હતું. ગોધરામાં વાવડીમંદિરમા પણ  ધામિક માહોલ વહેલી સવારે સુંદરકાંડ યોજાયા બાદ હવન અને સાંજે ભંડારા નું આયોજન કરવામાં આવ્યુ હતું. બસસ્ટેન્ડ પાસે લાબાગટેકરી મંદિરમાં મારુતિયજ્ઞ તથા સામૂહિક ચાલીસા પાઠ બાદ નગરયાત્રાનુ આયોજન કરાયુ હતુ. જ્યારે વર્ષોથી જીલ્લાના શ્રધ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર બનેલા જાબુંઘોડા નજીકના ઝંડ હનુમાન મંદિરે પથ્થરમાંથી નિમાર્ણ કરાયેલી 21 ફૂટ સૌથી ઉંચી હનુમાન દાદાની મૂર્તિ કે જેના ડાબાપગ નીચે શનિદેવની મૂર્તિ હોવાથી શનિની પનોતીથી પિડાતા લોકોએ  વર્ષોની જેમ ઉમટ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hanuman anniversary celebration of the district, including the Godhra
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended