Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Godhra Vavadi Near Police Saved 14 Oxen Using Gaurakshak

ગોધરા: ગૌરક્ષકોએ પોલીસની મદદથી 14 બળદોને બચાવી લીધા

Bhaskar News, Godhra | Feb 18, 2017, 00:02 AM IST

  • ગોધરા શહેર નજીક આવેલ વાવડી ટોલ નાકા પાસેથી મુંગા પશુઓ ભરેલી ટ્રકને પોલીસે ઝડપી પાડયા હતા.
ગોધરા: ભાવનગર ખાતેથી ગૌવંશને ભરીને આવતી ટ્રકની બાતમી ગોધરાના ગૌરક્ષકોને મળી હતી જેના આધારે પોલીસને સાથે રાખી વાવડી ટોલનાકા ખાતે બાતમી વાળી ટ્રકમાં તપાસ કરતા ગોધરા ખાતે કતલ કરવાના ઇરાદે લઇ જવાતા 14 બળદને બચાવી લઇ પાંજરોપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
 
ટ્રક જીજે 8 યુ 3420 આવતા તપાસ કરતા અંદર ગૌવંશ ભરેલા હતા
 
ગોધરાના ગૌરક્ષકોને બાતમી મળી હતી કે ભાવનગર ખાતેથી ગૌવંશ ભરીને ટ્રક ગોધરા ખાતે આવનાર છે તેવી પાકી બાતમીના આધારે ગોધરાના ગૌરક્ષકોએ અમદાવાદ ગોધરા રોડ ઉપર આવેલ વાવડી ટોલનાકા ઉપર પોલીસને સાથે રાખી વોચ ગોઠવી હતી. જ્યાં સવારના 11 કલાકના સમયે બાતમી વાળી ટ્રક જીજે 8 યુ 3420 આવતા તપાસ કરતા અંદર ગૌવંશ ભરેલા હતા.
 
14 બળદને બચાવી લઇ ગોધરા પાંજરાપોળ  લઇ જવામાં આવ્યા
 
ગૌરક્ષકો અને પોલીસ દ્વારા ટ્રકમાં ભાવનગર ખાતેથી ભરીને ગોધરા કતલ કરવાના ઇરાદે લઇ જવાતા 14 બળદને બચાવી લઇ ગોધરા પાંજરાપોળ ખાતે મુકીને ગેરકાયદેસર રીતે ગૌવંશની હેરાફેરી કરનાર ટ્રક ચાલક ફારુક અબ્દુલ કાલવા રહે ભાવનગરને ઝડપી પોલીસ મથકે લાવી ગુનો દાખલ કરવા તજવીજ કરી હતી.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Godhra Vavadi Near police saved 14 oxen using gaurakshak
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended