Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Godhra In Jan Ausdhi Centers Medicinal Drugs Will Also Be In Private Medical Store

ગોધરા:જન ઔષધી કેન્દ્રોની દવાઓ ખાનગી મેડીકલ સ્ટોર પરથી પણ મળશે

Bhaskar News, Godhra | Apr 18, 2017, 01:14 AM IST

  • ગોધરા:જન ઔષધી કેન્દ્રોની દવાઓ ખાનગી મેડીકલ સ્ટોર પરથી પણ મળશે,  panchmahal news in gujarati
(તસવીર પ્રતિકાત્મક)
 
ગોધરા: દિનદયાળ જન ઔષધી કેન્દ્ર પર મળતી દવાઓ ગ્રામ્ય કક્ષાના છેવાડાના માનવીને પણ ઉપલબ્ધ બની રહે તે માટે ખાનગી મેડીકલ સ્ટોર સુધી આ દવાઓનો વેચાણનો વ્યાપ વધારવાની કાર્યવાહી કરી છે.પંચમહાલ જીલ્લાના પાટનગર ગોધરા ખાતેની સિવિલ હોસ્પીટલ ખાતે સમગ્ર ગુજરાત રાજ્ય સહિતના જીલ્લા મથકોની જેમ દિનદયાળ જન ઔષધી કેન્દ્ર શરુ કરવામાં આવ્યુ છે. 
 
સામાન્યજનને પરવડે તે રીતેના ભાવે વેચાણ કરવામાં આવે છે
 
જેમાં મોંઘા ભાવની દવાઓ સામાન્યજનને પરવડે તે રીતેના ભાવે વેચાણ કરવામાં આવે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવી સુધી આ સુવિધા મળતી ન હતી. અને તેઓએ કાં તો મોંઘા ભાવે દવાઓ ખરીદવી પડતી હતી.સરકાર દ્વારા છેવાડાના માનવીને જન ઔષધી કેન્દ્રની જેમ નજીવા દરે દવાઓ ઉપલબ્ધ થઇ શકે તે માટે તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ ખાનગી મેડીકલ સ્ટોર ઉપરથી આ દવાઓનું વેચાણ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Godhra in Jan Ausdhi Centers medicinal drugs will also be In private medical store
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended