Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Gandhinagar Vigilance Team Caught 13 Lac Rupees Of Liquor, 4 Accused, Tempo

ગાંધીનગર વિજીલન્સ ટીમ સપાટો: 13 લાખના દારૂ સાથે 4 ઝડપાયા

Bhaskar News, Halol | Apr 21, 2017, 03:07 AM IST

  • પોલીસે 13 લાખનો દારૂ પકડી પાડ્યો
હાલોલ: હાલોલ પાવાગઢ રોડ ઉપર ટીંબી ગામના પાટીયા પાસેથી ગાંધીનગર સ્ટેટ વિજીલન્સ સ્કોડે ચોકકસ બાતમીના આધારે વહેલી સવારે ગ્વાલીયરથી વિદેશીદારુ ભર્યો હતો. જે ગોધરા તાલુકાના રામપુરા મહેલોલ લઇ જવાતો દારુનો જથ્થો ભરેલ ટાટા ટેમ્પો સહિત પાયલોટીંગ કાર સાથે 4ની ધરપકડ કરી હતી. હાલોલના ટીંબી પાટીયા પાસેથી ગાંધીનગર સ્ટેટ વિજીલન્સ સ્કોડે બાતમીના આધારે ટેમ્પોમાંથી દારુની 140 પેટી 6288 બોટલ નંગ કિ.રૂ.4.99 લાખ, ટાટા ટેમ્પો 1 લાખ, ઇકોકાર 4 લાખ તેમજ 6 નંગ મોબાઇલ ફોન કિ.રૂ.4500 મળી કુલ રૂ.13.3 લાખના મુદામાલ જપ્ત કરી સ્ટેટ વિજીલન્સે  4 આરોપીઓ વિરુદ્ધ હાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 
 
ટેમ્પોના પાછળના ભાગમાં દારૂ ભર્યો હતો
 
ગાંધીનગર સ્કોડમાં ફરજ બજાવતા મનિષ રાઠોડને  બાતમી મળેલ જેને લઇ પીઆઇ એમ.જે.ક્રિશ્ચિયન, ઇમદાદ મિરઝા સહિતની ટીમ હાલોલ પાવાગઢ રોડ ઉપર મોડી રાતથી જ ગોઠવાઇ ગઇ હતી. બાતમીદાર દ્વારા દારુ ભરેલા ટેમ્પોનું પાયલોટીંગ ઇકો કાર કરતી હોવાની માહિતીને લઇ વહેલી સવારે ઇકો કાર આવી પહોંચતા જ તેને ઉભી રખાવી કોર્ડન કરી લીધા બાદ થોડા જ સમયમાં દારુ ભરેલો ટેમ્પો આવી પહોંચતા તેને ઉભો રાખી જોતા એક સમય ટેમ્પોના પાછળના ભાગમાં ખાલીખમ કઇ પણ નહી દેખાતા પોલીસ પણ અચંબામા પડી ગઇ હતી.
 
પ્લોટો ખોલતા જ પોલીસ પણ ચોંકી ગઇ આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gandhinagar Vigilance Team Caught 13 lac rupees of Liquor, 4 accused, Tempo
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended