Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Duplicate Product Sales In Ghongamba Medical Store At Halol

ઘોઘંબાની મેડીકલમાં ડુપ્લીકેટ પ્રોડક્ટ વેચાણ ઝડપાયું, પોલીસે તપાસ હાથ ધરી

Bhaskar News, Halol | May 18, 2017, 04:22 AM IST

  • ઘોઘંબાની મેડીકલમાં ડુપ્લીકેટ પ્રોડક્ટ વેચાણ ઝડપાયું, પોલીસે તપાસ હાથ ધરી,  panchmahal news in gujarati
હાલોલ:પંચમહાલ જીલ્લાના ઘોઘંબાની મેડીકલ સ્ટોરમાંથી નકલી ઝંડુબામ કંપનીના રીજીનલ મેનેજર સ્થાનિક પોલીસને સાથે રાખી જથ્થો ઝડપી પાડતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નકલી ઝંડુબામ ગામની મેડીકલ સ્ટોરમાંથી ઝડપાતા ઘોઘંબામાં ચકચાર મચી જવા પામી છે.

- દુકાન માલીક વિરુદ્ધ કોપીરાઇટ એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી
- લાયસન્સની તારીખ પણ પુરી થઇ ગયેલ હતી, લાઇસન્સમાં નામ પણ બીજાનું

બનાવની મળતી માહિતી મુજબ આઇપીઆર કંપનીના રીજનલ મેનેજર તરીકે ફરજ બજાવતા આશિષ દિનેશભાઇ વાઘેલા ઉવ.39, રહે.શ્રીજીબાગ સોસાયટી માંજલપુર વડોદરાએ રાજગઢ પોલીસ મથકે ફરીયાદ આપતા જણાવ્યુ હતુ કે પોતે આ કંપનીમાં છેલ્લા છ માસથી ફરજ બજાઉ છું. હુ મારી ફરજ ઉપરાંત કંપનીના હુકમના આધારે ઇમામી કંપની પ્રા.લી.નામની કંપની ડુપ્લીકેટ ટ્રેડમાર્ક કરી પ્રોડકટ વેચતા હોવાથી તેની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાનું હોય છે. 

જેથી કંપનીનો કર્મચારી રાજેન્દ્ર દોલતગીરી તથા રજનીશભાઇ સાથે વડોદરા હતા. ત્યારે ખાનગી બાતમીદારો દ્વારા જાણવા મળ્યુ હતુ કે પંચમહાલ જીલ્લાના ઘોઘંબાની શ્રીજી મેડીકલ એન્ડ પ્રોવિઝન સ્ટોરમાં અમારી ઇમામી કંપનીની પ્રોડકટ ઝંડુબામ ડુપ્લેકટ પ્રોડકટનું ગેરકાયદેસર વેચાણ થઇ રહયુ છે. જેથી તા.18 એપ્રીલના રોજ ઘોઘંબા ખાતે આવી ઝંડુબામની ખરીદી કરી કંપની ખાતે ચકાસણી કરવા મોકલી આપી હતી. તેનો રીપોર્ટ આજરોજ આવી જતા ફરીયાદીએ રાજગઢ પોલીસ મથકે પહોંચી કંપનીના ડોકયુમેન્ટ આપી પોતાની કંપનીનુ ડુપ્લીકેશન કરી માલનું વેચાણ કરે છે.

પોલીસ તથા કંપનીના કર્મચારીઓ સહિત ઘોઘંબાની શ્રીજી મેડીકલ એન્ડ પ્રોવિઝન સ્ટોરમાં ચેક કરતા હાજર વેપારીએ પોતાનું નામ શેઠ સેજલકુમાર અશ્વીનભાઇ રહે.37/38 ગોકુલનગર હાલોલ જણાવ્યુ હતુ. તેમનું લાઇસન્સ ચેક કરતા લાયસન્સની તારીખ પણ પુરી થઇ ગયેલ હતી અને લાઇસન્સમાં નામ પણ બીજાનું હતુ. ડબ્બી ચેક કરતા ઇમામી કંપની પ્રોડકટ ઝંડુબામના 52નંગ મળી આવી હતી. જેથી મેડીકલ સ્ટોરમાં લીધેલ 6 નંગ સેમ્પલમાં લઇ રૂ.30 લેખે 52 ડબ્બીના રૂ.1560નો માલ કબજે કરી દુકાન માલીક વિરુદ્ધ ઇમામી કંપનીની પ્રોડકટ ઝંડુબામ તથા કોપીરાઇટ એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથધરી છે.

સેમ્પલ પંચની રૂબરૂ ઓળખ કરાવી

કંપનીના કર્મચારી અને પંચો રૂબરૂ તેને ડબ્બી ચેક કરતા કંપનીના પેકેટ કરતા કંપનીનું સીલ તથા અંદરનું મટેરીયલ તથા કલરમાં અલગ પડતા હતા. વેપારી પાસે બીલ માંગતા બીલ ન હતુ. જેથી આ માલ ડુપ્લીકેટ હોવાની મે અમારી કંપનીના સાથી કર્મચારીઓએ ઓરીજીનલ ઝંડુબામ સેમ્પલ પંચ રુબરૂ બતાવી ઓળખ કરાવી હતી.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

કંપની પ્રોડકટનું ડુપ્લીકેશન થઇ માલનું વેચાણ થઇ રહયુ છે. એવુ ખાનગી બાતમીદારો દ્વારા જાણવા મળતા અમે જાતે બે મેડીકલ સ્ટોરમાંથી ઝંડુબામની ખરીદી કરી અને તેને કંપનીમાં ટેસ્ટ કરવા આપી હતી. જેનો રીપોર્ટ આવતા એ રીપોર્ટ સાથે કંપનીના ઓથોરીટી ડોકયુમેન્ટ સહિત કંપનીના કર્મચારીઓ સાથે રાજગઢ પોલીસની મદદથી આ મેડીકલ સ્ટોરમાંથી ઝંડુબામની ચકાસણી કરતા ડુપ્લીકેટ હોવાનું માલુમ પડતા તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. - આશિષ વાઘેલા, રીજનલ મેનેજર, પીઆઇઆર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Duplicate Product Sales in Ghongamba Medical Store at Halol
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended