Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Devotees Came Out For A Bath In Narmada

ચૈત્રી પૂર્ણિમાએ તીર્થધામ ચાંદોદ ખાતે નર્મદા સ્નાન માટે ભાવિકો ઉમટ્યા

Bhaskar News, Chandod | Apr 12, 2017, 00:54 AM IST

ચાંદોદ:ચૈત્રી સુદ પૂર્ણિમા ને  શ્રી હનુમાન જયંતી નિમિતે તીર્થધામ ચાંદોદ ખાતે નર્મદા ત્રિવેણી સ્નાન સહ મારુતિ નંદન ના મંદિરો માં પૂજા અર્ચના માટે ભાવિકો ઉમટ્યા હતા.તો વર્ષો ની પરંપરા મુજબ ગુજરાત ભર અને તેમાય ખાસ વડોદરા ના કહાર અને ખારવા સમાજના લોકો પોતાના પિતૃઓ ના મોક્ષ અર્થે ની વિધિ વિધાન માટે નર્મદાજી ના કિનારે ઉમટી પોતાના ગોર મહારાજ પાસે પિતૃશ્રાદ્ધ ની સામુહિક ક્રીયા કરાવી અન્ન,વસ્ત્ર સહીત ની દાન દક્ષિણા આપી કૃતાર્થ થયા હતા. વર્ષો પહેલા ચાંદોદ ખાતે ચૈત્રી પૂનમ ના દિવસે ત્રિવેણી સંગમ અને કરનાળી ના પટ માં ચૈત્રી પૂનમ નો મેળો ભરાતો હતો પરંતુ સમયના વહેણ સાથે તે લુપ્ત થતા તેના માત્ર અંશોજ રહ્યા છે.પરંતુ પરંપરાગત રીતે આજેપણદેશભર માંથી  ભાવિકો નર્મદા સ્નાન અને પિતૃ તર્પણ માટે તેમાય ખાસ કરી કહાર અને ખારવા સમાજ ના લોકો પ્રતિ વર્ષ અચૂક પણે પધારી પિતૃ કાર્ય કરી સંતૃપ્તિ અનુભવતા રહ્યા છે.
 
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Devotees came out for a bath in Narmada
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended