Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Deogarh Baria Man Threatened To Self Immolation In Front Of The Governor House

'...તો RDX સાથે આતંકી પ્રવૃતિમાં જોડાઇ જઇશ': દે.બારિયાના શખ્સની ચીમકી

Bhaskar News, Deogarh Baria | Feb 25, 2017, 08:21 AM IST

  • એ.આર.ખત્રી, ચીમકી આપનાર
દેવગઢ બારિયા: દેવગઢ બારિયાના એક નાગરીક દ્વારા ગુજરાતના રાજ્ય પાલને આત્મવિલોપન કરવાની ધમકીનો પત્ર અપાતાં દેવગઢ બારિયાનું સરકારી તંત્ર ધંધે લાગી ગયું હતું.  તેની રજુઆત સાંભળીને તેનું નિરાકરણ લાવવાની ખાત્રી અપાતાં તેણે આત્મ વિલોપન ન કરવાની ખાત્રી આપી હતી જેથી તંત્રએ રાહતનો દમ લીધો હતો.
 
રાજ્યપાલ સમક્ષ પેટ્રોલ છાંટી આત્મ વિલોપન કરીશ: ખત્રી
 
દેવગઢ બારિયા નાગરિક એ.આર.ખત્રી દ્વારા ગુજરાતના રાજ્યપાલ પત્ર લખ્યો હતો કે, મને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે 10 લાખ રૂપિયાની સહાય આપો. આ સહાય ન મળે તો હું RDX સાથે આતંકવાદી પ્રવૃત્તિમાં જોડાઇશ અથવા તો તા.25 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ સમક્ષ પેટ્રોલ છાંટી આત્મ વિલોપન કરીશ. 
 
પોલીસે એ.આર ખત્રીનો જવાબ લઇને છોડી મુક્યો હતો
 
 
દેવગઢ બારિયા પોલીસને આ બાબતનીજાણ કરવામાં આવતા પી.એસ.આઇ. રાવલ દ્વારા નગરના સ્થાનિક આગેવાનો અને નગરપાલિકાના કર્મચારીઓને બોલાવી એસ.આર.ખત્રીને રૂબરૂ બોલાવી તેની રજુઆતો સાંભળી હતી.  એ.આર.ખત્રીને તંત્ર દ્વારા આ બધી ખાત્રી મળતાં તેણે કશું ન કરવાની તંત્રને ખાત્રી આપી હતી. આત્મવિલોપન ન કરવાની ખાત્રી મળતાં તંત્ર દ્વારા હાશકારો અનુભવાયો હતો. પોલીસે એ.આર ખત્રીનો જવાબ લઇને છોડી મુક્યો હતો.
 
આવાસ ન મળતાં પગલું લેવું પડ્યું
 
મે અરજી કરી હતી મારૂ રેશનકાર્ડ હોવા છતાં મને કેરોસીન મળતું નથી મારા નામે ઓન લાઇનમાં રેશનકાર્ડમાં ગેસ કનેકશન બોલે છે તેથી દુકાનદાર મને કેરોસીન આપતો નથી. ગેસ એજન્સી પાસેથી મેં ગેસ કનેકશન ન હોવાનો દાખલો પણ લીધો છે. છતાં કેરોસીન મળતું નથી. જેથી આ પગલું લેવાની જરૂર પડી હતી.-એ.આર.ખત્રી, ચીમકી આપનાર
 
આગળની સ્લાઇડમાં વાંચો,મંત્રીએ ગેસ સિલિન્ડર આપી દીધો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Deogarh Baria man Threatened to self immolation in front of the governor house
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended