Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Dahod Godhra And Halol In Out Anganwadi Women's 1 Km-Long Rally

દાહોદમાં આંગણવાડી મહિલાઓની 1 કિમી લાંબી રેલી નીકળી, સરકારના છાજિયા લીધા

Bhaskar News, Halol / Godhra / Dahod | Feb 18, 2017, 00:28 AM IST

  • ગોધરામાં આંગણવાડીની બહેનોએ પડતર પ્રશ્નોની લઇને તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ
હાલોલ/ગોધરા/દાહોદ: દાહોદ શહેરમાં સ્ટેશન રોડ સ્થિત વૈજનાથ મહાદેવ મંદીરે મોટી સંખ્યામાં ભેગી થયેલી આંગણવાડી કાર્યકર બહેનોએ શુક્રવારે બપોરે રેલી કાઢી હતી. વૈજનાથ મહાદેવ મંદીરેથી મહિલાઓની 1 કિમી લાંબી રેલીએ શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું. રેલી સ્વરૂપે પ્રાંત કચેરી પહોંચેલી મહિલાઓએ મામલતદાર કચેરીમાં આવેદન આપ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે, આંગણવાડી બહેનોની વ્યથા તથા માંગણીઓ અનેક વખત સરકાર સમક્ષ રજૂ કરાયા છતાં ફકેલ આવ્યો નથી. મોંઘવારી છતાં વર્ષ 2011થી આંગણવાડી વર્કર તથા હેલ્પરોના વેતનમાં કોઇ જ વધારો કરાયો નથી. દેશના તમામ  કર્મચારીઓના વેતનમાં વધારો થયો છે. આંગણવાડી કર્મીઓના પ્રશ્નો વિધાન સભામાં રજૂ કરીને બજેટમાં રકમ ફળ‌વાય અને કાયમી કરાય તેવી માગ કરાઇ હતી.

ગોધરામાં આંગણવાડી સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર
 
ગોધરાના સરદાર નગર ખંડ પાસેના ચોકમાં આગણવાડી વર્કરો ભેગા થઇને રેલી સ્વરુપે જિલ્લાં કલેકટર કચેરીએ જઇને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.ગુજરાતના શહેરોમાં સરકારમાં તેઓની માંગો માનવવા માટે ત્રણ દિવસની હડતાલ પર છે. જેના બીજા દિવસે તાલુકાઓની આંગણવાડી વર્કરો, તેડાઘરો તથા આશાવર્કરો ગોધરાના સરદાર નગર ખંડ પાસેના ચોકમાં એકઠી થઇને સરકાર વિરુધ્ધ સુત્રોચારો કરીને કલેકટર કચેરી સુઘી રેલી કાઢીને કલેકટરને આવેદન આપ્યું હતું. હાલ આંગણવાડી વર્કર ત્રણ દિવસની હડતાલ પર છીએ પરતું જો ગુજરાત સરકાર દ્રારા આગામી 21 મી ફ્રેબુઆરીના રોજ બજેટમાં  કોઇ યોગ્ય જાહેરાત ન થાથ તો તે પછી કોઇ પણ તારીખે આખરી ઉપાય તરીકે માંગણી ના ઉકેલાય ત્યાં સુઘી કામથી અગળાનો નિર્ણય કરેલ છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો,ઘોઘંબામાં આંગણવાડીઓની બહેનોનું મામલતદારને આવેદન...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dahod Godhra and Halol in out Anganwadi women's 1 km-long rally
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended