Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Arbuda Co-Operative Bank Employee Was Absconding Opened Shutters In Lunavada

લુણાવાડા: અર્બુદા કો.ઓપરેટીવ બેન્કનો કર્મચારી શટર ખોલી ફરાર થયો

Bhaskar News, Godhra | Feb 18, 2017, 00:13 AM IST

  • લુણાવાડા: અર્બુદા કો.ઓપરેટીવ બેન્કનો કર્મચારી શટર ખોલી ફરાર થયો,  panchmahal news in gujarati
(અર્બુદા  કો.ઓ.ક્રે.સો.)
 
ગોધરા: ગુજરાતભરમાં 47 શાખાઓ ધરાવતી મલ્ટી સ્ટેટ અર્બુદા કો.ઓ.બેન્કના મેનેજર દ્વારા મહિસાગર જીલ્લાના લુણાવાડા ખાતે લોકોના નાંણા ડુબવા બાબતે ફરીયાદ નોંધાવી હતી.જે બાદ સમગ્ર ગુજરાતમાં 37 કેસો નોંધાવા પામ્યા છે.ફરીયાદો નોંધાવવાનો સિલસિલો શરુ થયા બાદ ગોધરાની અર્બુદા કો.ઓ.બેન્ક બંધ રહેતી હતી. પરંતુ આજરોજ ગોધરા ખાતેની શાખા ખુલી હતી પરંતુ થાપણદારોને ફેરોફોગટ નિવડ્યો હતો.
 
રૂપિયાની થાપણ મૂકવા લોકો લલચાતા હતા
 
રાજસ્થાન માઉન્ટઆબુમાં હેડ ઑફિસ ધરાવતી અને ગુજરાતભરમાં 47 જેટલી શાખા ધરાવતી અર્બુદા કેર્ડિટ કો.ઓ.સો. ઉઠી જતાં આ ક્રેડિટ સોસાયટીની બ્રાન્ચ ધરાવતા નગરોમાં આ સોસાયટીમાં નાણાં રોકનાર ચિંતામાં મુકાયા છે. કાળી મજૂરીની કમાણી જમા કરાવનાર ખાતાધારકોમાં  ખળભળાટ મચી ગયો છે. ગુજરાતભરમાં અને રાજસ્થાનમાં શાખાઓ ધરાવતી અર્બુદા ક્રેડિટ કો.ઓ.સો.ની ખાસિયત હતી કે તે બીજી બેંકો અને ક્રેડિટ સો.ઓ. કરતા થાપણ ઉપર, સેવિંગ્સમાં, ડેઈલી રિકરિંગમાં વ્યાજ વધુ આપતી હતી. તેથી તેમાં રૂપિયાની થાપણ મૂકવા લોકો લલચાતા હતા. 
 
કંપની માલિક રાકેશ અગ્રવાલે કરોડોનું કૌભાંડ આચર્યું છે 
 
તેમની જાણ બહાર લાખો રૂપિયાની લોન બતાવી કંપની માલિક રાકેશ અગ્રવાલે કરોડોનું કૌભાંડ આચર્યું છે અને મુખ્ય ઓફિસને તાળા મારી ભુગર્ભમાં ઉતરી ગયો છે.લુણાવાડા ખાતે ફરીયાદ નોંધાયા બાદ સમગ્ર ગુજરાતમાં 37 ફરીયાદો નોંધાવા પામી છે. ત્યારે ગોધરા ખાતેની શાખા બે દિવસથી બંધ રહેતી હતી પરંતુ શુક્રવારે શાખા ખોલીને કર્મચારી જતો રહ્યો હતો જેના કારણે થાપણદારોને જાણ થતા તેઓ પોતાની થાપણો મળે છે કે કેમ તે ચકાસણી કરવા પહોચી ગયા હતા પરંતુ થાપણદારોને ફેરો ફોગટ પડ્યો હતો.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: arbuda Co-operative Bank employee was absconding opened shutters in Lunavada
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext