Home »Madhya Gujarat »Latest News »Panchmahal» Apprentice Recruitment Fair Held In Godhra District For The Unemployed Youth

ગોધરામાં બેરોજગારો ભરતી મેળો: વિનામૂલ્યે વાહનવ્યવહાર અને જમવાની સુવિધા

Bhaskar News, Godhra | Feb 18, 2017, 00:20 AM IST

  • રોજગાર વાંચ્છુક ઉમેદવારોની કતારો લાગી હતી
ગોધરા: ચાર જિલ્લાના યુવાનો માટે એપ્રેન્ટિસ  ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર પણ યોજવામાં આવી હતી. આ ઉપરાંત બેરોજગાર યુવાનોને વિનામૂલ્યે વાહનવ્યવહાર અને જમવાની સુવિધા આ મેળામાં પુરી પાડવામાં આવી હતી. રાજયના શ્રમ અને રોજગાર વિભાગ અને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રના સહીયારા આ મેગાજોબ ફેર સમારોહમાં મોરવા(હ)ના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, ગોધરા નગરપાલિકાના પ્રમુખ વિદ્યાબેન શ્રીગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના ઉપકુલપતિ મહેન્દ્રભાઇ પાડલીયા, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નિયામક ચૌધરી,જિલ્લા વિકાસ અધીકારી વિજયસિંહ વાઘેલા, સહિત પંચમહાલ જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ અને ખુબ મોટી સંખ્યામાં ચાર જિલ્લાના યુવાનો તથા તેમના વાલીઓ ઉપસ્થિત રહયાં હતાં.
 
દેશમાં સૌ પ્રથમ મેગા જોબ ફેર કરતી આપણી રાજય સરકાર છે
 
આભાર વિધિ શ્રમ અને રોજગાર વિભાગના નાયબ નિયામક બી. એમ. ચાવડાએ કરી હતી. ગોધરા ખાતે, પંચ., મહી.,દાહોદ અને ખેડા જિલ્લાના મહા રોજગાર મેળાનો શુભારંભ કરાવતા માર્ગ અને મકાન, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ રાજય મંત્રી એ  જણાવ્યું હતું કે, મેગા જોબ ફેર, સંવેદનશીલ રાજય સરકારનો પારદર્શી કાર્યક્રમ છે. એ ક જ સ્થળેથી યુવાનોને મન પસંદ નોકરી અને નિયોજકને કુશળ માનવ બળ મળી રહે તેવું સંકલ્પિત આયોજન મુખ્યમંત્રી ની સરકારે કર્યું છે. સમગ્ર દેશમાં સૌ પ્રથમ મેગા જોબ ફેર કરતી આપણી રાજય સરકાર છે. 
 
ઘર આંગણે જ રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધબની છે
 
ગુજરાતે તત્કાલીન રાજયના મુખ્યમંત્રી  નરેન્દ્રભાઇ મોદીની દિર્ઘ દષ્ટિના આયોજન સાથે વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમો આપી નવા નવા ઔધોગિક એકમોને ગુજરાતમાં સ્થાન આપ્યું  જેથી રાજયના યુવાનો ને ઘર આંગણે જ રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધબની છે. મંત્રી જયદ્રથસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકારે વાયબ્રન્ટ સમિટ ઉપરાંત કુશળ માનવબળ ઉપલબ્ધ થાય તે માટે તાલુકા મથકોએ આઇ.ટી.આઇ. સહિત કૌશલ્ય વર્ધન કેન્દ્રો શરૂ કરાવ્યા, ગરીબ અને મધ્યમ પરિવારના તેજસ્વી વિદ્યાર્થી  ઉચ્ચ શિક્ષણમેળવવા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાને અમલીત કરી. મધ્ય ગુજરાતના વિદ્યાર્થીઓને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે ગોવિંદગુરૂ યુનિ.ની ગોધરા ખાતે સ્થાપના જેવી પરિણામ દાયક કામગીરી કરી છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો,જોબફેરમાં 17123 રજીસ્ટ્રેશન થયા....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Apprentice recruitment fair held in Godhra district for the unemployed Youth
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended