Home »Madhya Gujarat »Latest News »Panchmahal» 50 Thousand People Came Out To Pavagadh At Halol

હાલોલ: ચૈત્રી પુનમે પાવાગઢમાં 50 હજાર ભક્તો ઉમટ્યાં

Bhaskar News, Halol | Apr 11, 2017, 22:38 PM IST

  • હાલોલ: ચૈત્રી પુનમે પાવાગઢમાં 50 હજાર ભક્તો ઉમટ્યાં,  panchmahal news in gujarati
હાલોલ:યાત્રાધામ પાવાગઢ  ખાતે આજે ચૈત્રી પૂનમને લઇ 50 હજાર ભકતો પાવાગઢ ખાતે ઉમટી પડયા હતા. પવિત્ર ચૈત્રી માસ દરમ્યાન માતાજીના ભકતો માતાજીની પૂજા અર્ચના કરી  માતાજીને રિઝવવાનો પ્રયાસ કરે છે. જેને લઇ ચૈત્રી નવરાત્રી બાદ આજે ચૈત્રી પુનમ હોવાથી  ગત રોજથી માતાજીના ભકતો પગપાળા સંઘ રથ લઇ માતાજીના દર્શન કરવા પાવાગઢ ખાતે જતા રાજમાર્ગો ઉપર જોવા મળ્યા હતા. 
 
માતાજીના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ઼
 
મોડીરાતથી જ ભકતો પાવાગઢ ખાતે પહોંચી જઇ  ડુંગર ઉપર આવેલા છાશીયા તળાવમાં સ્નાન કરી માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. વહેલી સવારના 4 કલાકે માતાજીના નિજ ધ્વાર ખુલ્લો મુકતા જય માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠયુ હતુ. વહેલી સવારથી ભકતોનો પ્રવાહ ચાલુ રહયો હતો. પરંતુ હાલમાં કાળઝાળ ગરમીને લઇ બપોરે ધસારો ઓછો જોવા મળ્યો હતો. ત્યાર બાદ ઠંડા પહોરમાં ભકતો મોટીસંખ્યામાં માતાજીના દર્શન કરવા ઉમટી પડયા હતા.

છેલ્લા પંદર દિવસથી યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના ભકતો  મોટીસંખ્યામાં ઉમટીપડી માતાજીના દર્શન કરી પોતાની જાતને ધન્ય બનાવી હતી. આજે શાંતિપૂર્ણ માહોલમાં  ચૈત્રી નવરાત્રી, પૂનમ પૂર્ણ થતા તંત્રએ હાંશકારો અનુભવ્યો હતો. લાખોની ભીડભાડ હોવા છતાં કોઇ અનિચ્છનિય  બનાવ બન્યો ન હતો. યાત્રીકોની સુરક્ષા અને સુવિધાને  પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દિધો હતો. તેવી જ રીતે એસટી નિગમે પણ અવિરત બસો દોડાવી યાત્રીકોને સેવા આપી હતી. નવરાત્રી દરમ્યાન વિસામા આયોજકોએ પણ છેલ્લા 15 દિવસથી આવતા યાત્રિકોને  પાણી, શરબત, નાસ્તો ભોજન સહિતને સેવા પુરી પાડી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 50 thousand people came out to Pavagadh at Halol
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended