Home »Madhya Gujarat »Latest News »Nadiad» Two Groups Clash In Election Malignancy At Kalsar

નડિયાદ: કાલસરમાં ચૂંટણીની અદાવતમાં બે જૂથો બાખડ્યા

Bhaskar News, Nadiad | Dec 31, 2016, 03:00 AM IST

  • નડિયાદ: કાલસરમાં ચૂંટણીની અદાવતમાં બે જૂથો બાખડ્યા,  nadiad news in gujarati
નડિયાદ:ઠાસરા તાલુકાના કાલસર હુસૈનીચોકમાં ચૂંટણીની અદાવત રાખી બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો થતાં ચાર વ્યકિતઓને વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. આ બનાવ સંદર્ભે ડાકોર પોલીસે 10 ઈસમો વિરૂદ્ધ રાયોટીંગનો તથા 4 ઈસમો વિરૂદ્ધ મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાલસર બસ સ્ટેન્ડ પાસે આરીફમિંયા બબુમિંયા મલેક રહે છે. 
 
ગુરૂવારે બપોરના સમયે ગામના ઈસુબમિંયા ઈશામમિંયા મલેક, અહેસાનમિંયા મૈયુદ્દીનમિંયા મલેક, કલીમમિંયા ઈબ્રાહીમમિંયા મલેક, શકીલમિંયા ઈસુબમિંયા મલેક, નૈસુદ્દીન કમરૂદ્દીનમિંયા, આબીદમિંયા અબ્બાસમિંયા મલેક, ઈરફાનમિંયા ઈસ્માઈલમિંયા મલેક, શહીદમિંયા હબીબમિંયા મલેક, રફીકમિંયા અબ્બાસમિંયા મલેક તથા બદરૂદ્દીનમિંયા અહેમમિંયા મલેકનાઓએ ગેરકાયદેસર મંડળી રચી ચૂંટણીની અદાવત રાખી રાજુમિંયા, જાવેદમિંયા, યાસીનમિંયા, સલમાબાનુ, સાયરાબાનુ, શાહીદ મહંમદ ઉપર ઈંટોના ટુકડા તથા કાચની બોટલો છુટી મારી ઈજાઓ પહોંચાડતાં શરીરે વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. 
 
આ સંદર્ભે આરીફમિંયા મલેકની ફરિયાદના આધારે ડાકોર પોલીસે ઈસુબમિંયા મલેક સહિત 10 ઈસમો વિરૂદ્ધ રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે સામાપક્ષે સઈદ રજ્જાક હબીબમિંયા મલેકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, નસરૂદ્દીન બબુમિંયા મલેક, સરફરાજમિંયા નબીમિંયા મલેક, હજીમમિંયા બબુમિંયા મલેક, આરીફમિંયા કાસમમિંયા મલેકે ચૂંટણીની અદાવત રાખી મોટેથી જીતી ગયા, જીતી ગયાની બૂમો પાડતા હોય, જેથી સઈદ રજજાકે બૂમો પાડવાની ના પાડતાં આ ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ અપશબ્દો બોલી ઈંટોના છુટા ટુકડા મારી વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચાડી હતી. આ સંદર્ભે ડાકોર પોલીસે ચાર ઈસમો વિરૂદ્ધ મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Two groups clash in election malignancy at Kalsar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended