Home »Madhya Gujarat »Latest News »Nadiad» Truck Driver Died In Dumper And Truck Between Accident At Nadia

નડિયાદ: એક્સ. હાઇવે ડમ્પર સાથે અથળાતા ટ્રકનો ભુક્કો, અકસ્માતમાં ચાલકનું મોત

Bhaskar News, Nadiad | Jan 10, 2017, 22:19 PM IST

નડિયાદ:અમદાવાદ-વડોદરા સુપર એક્સપ્રેસ હાઈવે પર આવેલ પીજચોકડી પાસે મંગળવારે સવારે ડમ્પરનું ટાયર ફાટતાં ચાલકે શોર્ટ બ્રેક મારી હતી. જેથી ડમ્પર પાછળ આવી રહેલી એક મીની ટ્રક ઘુસી જતાં આગળનો ભાગ ભુક્કો બોલાઈ ગયો હતો અને મીની ટ્રકચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યુ હતું. ભુક્કો બોલાઈ ગયેલ મીની ટ્રકમાંથી ભારે જહેમત બાદ મૃતકના શરીરને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટના જોઈને અત્રેથી પસાર થતા વાહનચાલકોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી. આ સંદર્ભે નડિયાદ પશ્ચિમ પોલીસે ડમ્પરચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મીની ટ્રકનો ભુક્કો બોલાયો

પીજ ચોકડી પાસે મંગળવારે સવારે 6.30 કલાકે ઓવરબ્રિજ ઉતરતાં એક ડમ્પરનું ટાયર ફાટતાં ચાલક સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દઈને શોર્ટ બ્રેક મારતાં રોડ ઉપર જ ડમ્પર ઉભી થઈ ગઈ હતી. જેથી પાછળથી પુરપાટ આવતી મીની ટ્રક ડમ્પરમાં ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મીની ટ્રકનો આગળનો ભાગ ભુક્કો બોલાઈ ગયો હતો. જ્યારે મીની ટ્રક ચાલક નીતીનભાઈ અરવિંદભાઈવાળા (ઉં.વ.28, રહે.રાજકોટ)નું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યુ હતું.

મીની ટ્રકમાં ફસાયેલ મૃતકનો મૃતદેહ ભારે જહેમતે બહાર કાઢ્યો

આ મૃતકનું શરીરનો ભાગ મીની ટ્રકમાં ફસાઈ ગયો હતો. અકસ્માત સર્જાતાની સાથે જ આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને મીની ટ્રકમાં ફસાઈ ગયેલ મૃતકનો મૃતદેહ ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. આ દૃશ્ય જોઈને અત્રેથી પસાર થતા વાહનચાલકોમાં હ્યદય પણ કંપી ઉઠ્યા હતા. આ બનાવ સંદર્ભે નડિયાદના સુરેન્દ્રભાઈ કનુભાઈ રાજપૂતની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે ડમ્પરચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. અક્સ્માત થયા બાદ ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો.
 
તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Truck Driver Died in Dumper and Truck Between Accident at Nadia
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext