Home »Madhya Gujarat »Latest News »Nadiad» Spices Factory Catches Fire At Nadiad, All The Stuff Are Burnt Off

નડિયાદ: મસાલાની ફેકટરીમાં લાગી વિકરાળ આગ, આગની જ્વાળાઓ ઉઠી

Bhaskar News, Nadiad | Apr 21, 2017, 22:56 PM IST

  • વહેલી સવારે મસાલાની ફેકટરીમાં આગ લાગી
નડિયાદ:નડિયાદ પીપલગ ચોકડી પાસે આવેલી એક મસાલાની ફેકટરીમાં શુક્રવારે સવારે એકાએક આગ લાગતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. આજુબાજુના વેપારીઓ અને પીપલગ ગામના ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગની જ્વાળા અને ધુમાડો હવામાં ફેલાઇ જતા દૂર દૂર સુધી દેખાયા હતા. જોકે સ્થાનિક ફાયર બ્રિગેડના જવાનોને આગ પર કાબૂ મેળવતાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.
 
ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા
 
નડિયાદ શહેરની પીપલગ ચોકડી પાસે બેસ્ટ મસાલા નામની ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં શુક્રવારે સવારે સાડા સાત વાગ્યાની આસપાસ એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડતા જ આજુબાજુના વેપારીઓ અને ગામના પ્રજાજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફેકટરીનો દરવાજો બંધ હોવાથી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. થોડી જ વારમાં ફાયર બ્રિગેડના જવાનો બે ફાયર ફાઇટર સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
 
પાણીનો મારો ચલાવીને અાગ પર મેળવ્યો કાબૂ
 
પરંતુ મસાલા હોવાથી  ધુમાડામાં તીખાશ આવતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. તેમજ આગને કેવી રીતે ઓલવવી તે પણ એક મોટો પ્રશ્ન હતો. આ સમયે સતત પાણીનો મારો ચલાવીને અાગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. સતત ત્રણ કલાક સુધી ત્રણ ગાડીનો પાણી મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. નડિયાદ ફાયર સુપ્રિટેન્ડન્ટ કિશન શર્માના જણાવ્યાનુુસાર, આ આગ શોટસર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે.
 
આગળ જુઓ વધુ તસવીર...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Spices Factory catches fire at Nadiad, all the stuff are burnt off
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended