Home »Madhya Gujarat »Latest News »Nadiad» An Accident Took Place At Nadiad, Slab Of School Fallen Off On 2 Worker

નડિયાદ: શાળાનો સ્લેબ તૂટતા બે મજૂરો દટાઇ ગયા, અફરાતફરીનો માહોલ

Bhaskar News, Nadiad | Apr 20, 2017, 02:48 AM IST

  • શાળાના બાંધકામ ટાણે સ્લેબ તૂટતા બે મજૂર તેમાં દટાયા
નડિયાદ:ચકલાસી તાબે રામપુરમાં નવી બની રહેલી પ્રાથમિક શાળાના બાંધકામ દરમિયાન સ્લેબનો મોટો ભાગ એકાએક તૂટીને બે મજૂરો પર પડતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. હજુ  આ શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે અને આ સમયે જ સ્લેબ તૂટી પડતાં વાલીઓ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ તેઓએ આ કામ હલકી ગુણવત્તાનું હોવાથી તેમના બાળકોના માથે જીવનું જોખમ ઉભુ થયું છે તેવા આક્ષેપ સાથે આ કામની તપાસ કરવામાં આવે તેવી માગણી કરી હતી. બન્ને મજૂરોને સારવાર માટે નડિયાદની સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
 
બે મજૂરો દટાતા નાસભાગ મચી
 
આ અંગેની વધુ માહિતી આપતાં વાલી વિજયભાઇએ જણાવ્યું હતું કે, રામપુરમાં આવેલી ધો.1થી 8ની પ્રાથમિક શાળામાં 400 ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. આ શાળાનું નવુ મકાન બનાવવામાં આવી રહ્યું છે. ત્રણ માળની આ શાળા બની રહી છે. જેમાં મોટાભાગનું કામ પૂર્ણ પણ થઇ ગયું છે. તેમજ શાળામાં દિવાલોને પ્લાસ્ટર કરવાનું કામ ચાલી રહ્યું હતું. એકાએક બપોરના સમયે બીજા માળનો આઠ ફૂટનો સ્લેબ તૂટી પડ્યો હતો. જે નીચે કામ કરી રહેલા બે મજૂરો ભાલા ગૌરા રોથ (ઉ.વ.50, રાજસ્થાન), ગણેશ લક્ષ્મણ કટારા(ઉ.વ.36, રાજસ્થાન) પર પડતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. જેની જાણ ગામમાં થતાં વાલીઓ અને શાળાના શિક્ષકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ તાકિદે આ મજૂરોને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા.
 
વિદ્યાર્થીઓના જીવને જોખમ ઉભું થાય તેવી શક્યતા
 
પરંતુ આ સ્લેબમાં એક મજૂર વધારે ઇજાગ્રસ્ત થયો હોવાથી સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. નવી શાળાના બાંધકામ દરમિયાન જ આવો ભ્રષ્ટાચાર બહાર આવતાં વાલીઓ ચિંતાતૂર બની ગયા છે. નવી જ શાળાનું બાંધકામ થઇ રહ્યું છે. તેમાં જ પોપળા ઉખડી રહ્યાં છે તો, પછી શાળા શરૂ થશે તો, વિદ્યાર્થીઓના જીવને જોખમ ઉભું થાય તેવી શક્યતા રહેલી છે. જેથી આ શાળાના બાંધકામમાં પણ વ્યાપક પ્રમાણમાં ગેરરિતી થઇ હોવાનો આક્ષેપ પણ વાલીઓ કરી રહ્યાં છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો ગામમાં આવેલા મકાનમાં શાળા ચાલી રહી છે...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: An Accident took place at Nadiad, Slab of School fallen off on 2 Worker
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended