Home »Madhya Gujarat »Latest News »Nadiad» Roller Plate Sound Opposed Of Note Ban By Nadiad Women's Congress

નડિયાદમાં મહિલા કોંગ્રેસ દ્વારા થાળી-વેલણ ખખડાવી નોટબંધીનો વિરોધ

Bhaskar News, Nadiad | Jan 09, 2017, 21:19 PM IST

  • રેલી કાઢતા પૂર્વેજ મહિલાઓની અટક કરાઇ
નડિયાદ: સરકાર દ્વારા નોટબંધીનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને 63 દિવસ બાદ પણ  નાણા મેળવવા માટે સામાન્ય પ્રજાને રઝળપાટ કરવી પડે છે. આવા સંજોગોમાં મહિલાઓની સ્થિતિ દયનીય બની ગઇ છે. ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તેનો વિરોધ દર્શાવવા માટે ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા નડિયાદ સંતરામ ટાવર પાસે થાળી વેલણ ખખડાવી સરકારના કાન ખોલવા માટેનો પ્રયાસ કર્યો હતો. 
 
કલાકો સુધી લાઇનોમાં ઉભા રહેવા છતાં પણ નાણાં મળતા નથી
 
ત્યારબાદ નગરમાં રેલી પણ નિકળવાની હતી. પરંતુ પોલીસે તેઓની ધરપકડ કરી લીધી હતી. અને એક કલાક બાદ છોડી મુક્યા હતા. નોટબંધીના નિર્ણયની નકારાત્મક અસર સમગ્ર સમાજ ઉપર ખોટી પડી છે. નાણા મેળવવા માટે ભારે હાલાકી વેઠવી પડે છે. મહિલાઓનું બજેટ પણ જાણે ખોરવાઇ ગયું હોય તેવું  સ્પષ્ટ થઇ રહ્યું છે. કલાકો સુધી લાઇનોમાં ઉભા રહેવા છતાં પણ નાણાં મળતા નથી.
 
પોલીસે આ તમામ મહિલાઓને અટક કરી હતી
 
આ ફરિયાદ વારંવાર કરવા છતાં કોઇ કાર્યવાહી હાથ ધરાઇ નથી જેથી સરકારના બહેરા કાને પ્રજાની હાડમારીની રજુઆત પહોંચી શકે તે માટે મહિલાઓ દ્વારા થાળી-વેલણ ખખડાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.નડિયાદ સંતરામ ટાવર પાસે ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સુધાબેન ચૌહાણ, રેશ્માબેન પટેલ, સજનબેન પરમાર,પૂજાબેન પ્રજાપતિ, પૂજાબેન આચાર્ય સહિત અન્ય અગ્રણી મહિલાઓ  પણ જોડાયા હતા. ત્યારબાદ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ સ્થળ ઉપર પોલીસે આ તમામ મહિલાઓને અટક કરી હતી  જેથી રેલી નિકળી શકી ન હતી. 

આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Roller plate Sound opposed of Note Ban by Nadiad Women's Congress
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended