Home »Madhya Gujarat »Latest News »Nadiad» One Killed In Nadiad Accident, Truck Collision Tempo

નડિયાદ: ટ્રક અને ટેમ્પો અથડાતાં ટેમ્પાચાલકનું મૃત્યુ

Bhaskar News, Nadiad | May 17, 2017, 03:01 AM IST

  • નડિયાદ: ટ્રક અને ટેમ્પો અથડાતાં ટેમ્પાચાલકનું મૃત્યુ,  nadiad news in gujarati
નડિયાદ:ખેડા તાલુકાના રઢુ –ધોળકા રોડ પર એક ટ્રક અને ટેમ્પા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ટેમ્પાચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યુ હતું. આ બનાવ સંદર્ભે ખેડા પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

કેરીઓ ભરીને જતાં ટેમ્પાચાલકને નડેલો અકસ્માત

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નડિયાદ મલારપુરા રફીક સોસાયટીમાં રહેતા સલીમભાઈ યુસુફભાઈ મલેક (ઉં.વ.55) મંગળવારે સવારે પોતાના ટેમ્પામાં કેરીઓ ભરી ધોળકા તરફ જતા હતા. તેઓ રઢુ-ધોળકા રોડ પરથી પસાર થતા હતા. તે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે પોતાની ટ્રક બેફિકરાઈથી હંકારી સામેથી આવતા ટેમ્પા સાથે ધડાકાભેર અથડાવી હતી. જેથી ટેમ્પાચાલક સલીમભાઈ મલેકને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યુ હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: One Killed in Nadiad Accident, Truck Collision Tempo
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended