Home »Madhya Gujarat »Latest News »Nadiad» Nadiad Vaso In PM Housing Scheme Name Fraud Gang Arrested

વસોમાં PM આવાસ યોજનાના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝબ્બે

Bhaskar News, Nadiad | Feb 17, 2017, 22:46 PM IST

  • વસો ગ્રામ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બહાને ઠગલીલા આચરવા આવેલ એક મહિલા સહિતની ત્રિપુટીને ગ્રામજનોને વસો પોલીસને હવાલે કરી હતી.
નડિયાદ:વસોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે ઘર આપવાની લાલચ આપી ફોર્મદીઠ 150 ભરાવી છેતરપિંડી કરતી એક મહિલા સહિત ત્રણ ઇસમને પોલીસે ઝડપી પાડી હતી. એક દિવસ અગાઉ રૂ.150 લેખે 40થી 45 ગ્રામજનો પાસેથી નાણાં ઉઘરાવ્યા હતા. આ નાણાંની રસિદ આપવા માટે આ ત્રણેય વ્યકિત આવી હતી. જેમાં સમગ્ર બાબતનો પર્દાફાશ થયો હતો.  વસો ઇન્દીરાનગરીમાં ઝહીનબેન મહેબુબ ઇમામ શેખ રહે છે. ગુરૂવારે સવારના સમયે એક મહિલા સહિત બે યુવકો તેમના ઘરે આવ્યા હતા. તેઓને ગ્રામ્ય વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનો મેળવવા બાબતની જાણકારી આપી હતી. તેઓ આ યોજનાના અરજી ફોર્મ ભરવાની એજન્સીમાં કામ કરે છે.
 
ફોર્મ દીઠ 150 રૂા. રોકડા આપવાનું જણાવ્યું હતું
 
જો તમારે આવાસ યોજનાના અરજી ફોર્મ ભરવાની એજન્સીમાં કામ કરે છે જો તમારે આવાસ યોજનાના ફોર્મ ભરવા હોય તો ફોર્મ દીઠ 150 રૂા. રોકડા આપવાનું જણાવ્યું હતું. દરમ્યાન ઝહીનબેન તથા ગામના 40 થી 45 જેટલા ગ્રામ્ય પ્રજાજનોએ રૂા. 150 રોકડા આપી યોજાના ફોર્મ ભરાવ્યા હતા. આ ફોર્મ ભયાર્ની રકમની પહોંચ શુક્રવારે આપવાનો વાયદો કર્યો હતો. દરમ્યાન શુક્રવારે ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ વસો ગામે ફોર્મની રસીદ તથા પહોંચ આપવા માટે આવ્યા હતા. આ વખતે ગ્રામજનોએ તપાસ કરતાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તારની છે. 
 
પોલીસે ત્રિપુટીની સઘન તપાસ આદરી છે
 
જ્યારે વસો ગ્રામ પંચાયત છે જેથી શહેરી વિસ્તારની હોવા છતાં ગ્રામ્ય વિસ્તારની હોવાનું જણાવી ગ્રામજનો પાસે છેતરપીંડી કરતી હોવાનું માલુમ પડયું હતું. જે સંદર્ભે ગ્રામજનોએ વસો પોલીસ મથકે જાણ કરતા પોસઇ કે.આર.વ્યાસ ઘટના સ્થળે જઈ તેઓની પૂછપરછ કરતાં તેઓએ પોતાનું નામ શોભનાબેન વી. વાંસફોડા (રહે. હાથીજણ, તા.જી.અમદાવાદ), કરણ ઓમપ્રકાશ યાદવ (રહે. અમરાઇવાડી, અમદાવાદ) તથા અજય સોમાભાઇ વાંસફોડા હોવાનું જણાવ્યું હતું. પોલીસ પુછપરછમાં ગલ્લા તલ્લાં બનાવતા હતા. એથી પોલીસે ત્રિપુટીની સઘન તપાસ આદરી છે.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Nadiad Vaso in PM housing scheme Name fraud gang Arrested
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext