Home »Madhya Gujarat »Latest News »Nadiad» Nadiad In Complaint Rs 6 Lakh Theft But 3 Lakh Were Returned Gold

નડિયાદ: રૂ.6.90 લાખની ફરિયાદ, 3.30 લાખનું સોનુ પરત મળ્યું

Bhaskar News, Nadiad | Jan 08, 2017, 00:06 AM IST

  • તસ્કરો ત્રાટક્યા હતા અને 6.90 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા
નડિયાદ: નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલી અયોધ્યાનગર સોસાયટીમાં શુક્રવારે બપોરે તસ્કરો ત્રાટક્યા હતા અને રૂ. 6.90 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ પશ્ચિમ પોલીસ મથકે નોંધાઈ હતી. જેથી પરિવારના સભ્યો હતપ્રભ થઈ ગયા હતા. શનિવારે સવારે ઘરની તિજોરીની પુન: તપાસ કરી હતી. જેથી તિજોરીના નીચેના ખાનામાંથી 22 તોલા સોનું રૂ. 3.30 લાખનું પરત મળી આવ્યુ હતું. જેથી તેઓએ પોલીસ મથકે જાણ કરી હતી અને પોલીસે રૂ. 3.60 લાખની ચોરી ગયેલા દાગીનાની શોધખોળ હાથ ધરી છે. 
 
લોકરમાંથી સોના-ચાંદીના દાગીના લાવ્યા હતા અને તિજોરીમાં મુક્યા હતા
 
મિત્રાલના વતની અને હાલ અયોધ્યાનગરી સોસાયટીમાં રહેતા હસમુખભાઈ પટેલના કુટુંબમાં લગ્નપ્રસંગ હોવાથી થોડાક સમય પહેલા જ બેંકના લોકરમાંથી સોના-ચાંદીના દાગીના લાવ્યા હતા અને તિજોરીમાં મુક્યા હતા. શુક્રવારે બપોરે તેઓ મિત્રાલ ગામે લગ્નની પૂર્વ સંધ્યાએ જમણવારી હોવાથી ગયા હતા. આ સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશીને હાથફેરો કર્યો હતો. મોડી સાંજે હસમુખભાઈ તેમના પરિવાર સાથે પરત આવ્યા ત્યારે ઘરમાં મુકેલી તિજોરી ખુલ્લી જોઈ હતપ્રભ થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. 

આગળની સ્લાઇડમાં વાંચો,ઘરમાં ચોરી થઈ હોવાથી તેઓ માનસિક હતાશ થઈ ગયા હતા...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Nadiad in Complaint Rs 6 lakh theft but 3 lakh were returned gold
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext