Home »Madhya Gujarat »Latest News »Nadiad» Nadiad In Arrseted Dummy Student InStd 10 Exams Due Education Department Hastiness

નડિયાદ: દોસ્તનું વર્ષ ન બગડે તે માટે પરીક્ષા આપવા ગયો ને પકડાયો

Bhaskar News, Nadiad | Mar 18, 2017, 02:56 AM IST

  • પહેલું પેપર આપ્યા બાદ શુક્રવારે બીજુ પેપર આપતાં ડમી પકડાતાં શિક્ષણ વિભાગમાં દોડધામ
નડિયાદ: સાક્ષરનગરી નડિયાદમાં શુક્રવારે ધો 10ની વિજ્ઞાનટેકનોલોજી વિષયની પરીક્ષા આપતો ડમી પરીક્ષાર્થી પકડાતાં ચકચાર મચી ગઇ હતી. શહેરની સેન્ટમેરી સ્કૂલના બ્લોક નં 22 માં નોલેજ સ્કૂલના વિદ્યાર્થીના બદલે તેનો મિત્ર પરીક્ષા આપી રહ્યો હતો. તંત્રને જાણ થતાં આ ડમી પરીક્ષાર્થીને પકડી પાડયો હતો. પરીક્ષા સ્થળસંચાલકે અસલવિદ્યાર્થી અને ડમી વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથધરવામાં આવી હતી. નડિયાદ સહિત જિલ્લામાં ધો. 10 ના 36475 વિદ્યાર્થી પૈકી 35564 વિદ્યાર્થીઓ શુક્રવારે વિજ્ઞાનટેકનોલોજી વિષયની પરીક્ષા આપી હતી અને 911 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.
 
બીજા પેપરની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી
 
જિલ્લામાં  ધો. 10ની બીજા પેપરની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી. ત્યારે નડિયાદ શહેરના સેન્ટમેરી સ્કૂલમાં ડમી વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યાે હોવાની જાણ કાેઇ વાલીએ સ્થળસંચાલક અને જિલ્લા શિક્ષણાધિકારીને કરી હતી. જેથી તંત્ર ચોકી ઉઠયું હતું. સેન્ટમેરી સ્કૂલમાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓનું ધ્યાનભંગ ન થાય તે રીતે સ્થળ સંચાલક દ્વારા દરેક બ્લોકમાં હોલટીકિટનું ચોક્કસાઇપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે મળેલી માહિતી મુજબ બ્લોક નં 22 માં બેઠક નં બી- 8011549 વિદ્યાર્થી વિપુલ નામની હોલ ટીકિટ ચકાસતાં ફોટામાં અજુગતું લાગ્યું હતું. 
 
નામ પુચ્છા કરતાં વિપુલના બદલે રવિ હોવાનું જણાવ્યું
 
આ બેઠક પર પરીક્ષા આપવા બેઠેલા વિદ્યાર્થીનું નામ પુચ્છા કરતાં વિપુલના બદલે રવિ હોવાનું જણાવ્યું હતું. તપાસ કરતાં વિપુલ નોલેજ સ્કૂલનો વિદ્યાર્થી હોવાથી આ અંગેની પુષ્ટી કરવામાટે નોલેજ સ્કૂલના અધિકૃત શિક્ષકને પરીક્ષા સ્થળે બોલાવીને વિદ્યાર્થી વિપુલની ખરાઇ કરી હતી  જેથી સ્થળ સંચાલક અરૂણભાઇ ડાભી દ્વારા વિપુલ અને ડમી રવિ વિરૂધ્ધ નડિયાદ પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
 
મારી ભૂલનો મને પસ્તાવો છે 
 
વર્ષ ન બગડે તે માટે મારા મિત્ર રવિને ધો.10ની પરીક્ષા આપવા માટે તૈયાર કર્યો હતો તે પરીક્ષા દમિયાન રવિ મારી સાથે રહેતો હતાે. મારા વતી તે પરીક્ષા આપવા જતો હતો અને તેણે પહેલું ગુજરાતી પેપરમાં કોઇને ખબર નહીં પડતાં શુક્રવારે રવિ વિજ્ઞાન વિષયનું પેપર આપવા ગયો અને પાર્ટએનું પેપર પૂર્ણ થયા બાદ પાર્ટ બી ની પરીક્ષા આપતાં તે પકડાઇ ગયો હતો. આ અંગે કોઇ વિદ્યાર્થીના વાલીએ સ્થળ સંચાલકને જાણ કરી હતી. મારી ભૂલ થઇ ગઇ છે તેનો મને પસ્તાવો છે મારા પિતા ધાનેરાની શાળામાં  પીટી ટીચર  છે. આ બાબતે અમો બંને એ હજુસુધી વાલીને જાણ કરી નથી.- વિપુલ, મૂળ વિદ્યાર્થી 

પરિક્ષાની તૈયારીની ઢીલાશથી.. દોસ્તનું વર્ષ ન બગડે તે માટે પરીક્ષા આપવા ગયો હતો 
 
કુસ્તી અને જુડો સ્પર્ધા માટે અમે બંને અગાઉ નડિયાદમાં સ્પોર્ટ કોમ્પલેક્ષ પાસે એક રૂમમાં રહ્યા હતા. જુડોની વિવિધ સ્પર્ધામાં ભાગ લેવાના કારણે પરીક્ષાની તૈયારી કરી ન હતી. જેથી વિપુલે કરેલી વાતના કારણે દોસ્તનું વર્ષ ન બગડે તે માટે પરીક્ષા આપવા માટે હું તૈયાર થઇ ગયો હતો અને ગુજરાતીનું પેપર પણ સરસ ગયું હતું. અને બીજા પેપર વખતે હું પકડાઇ ગયો હતો. મારા પિતા ખેતી કરે છે મને મારી ભૂલનો પસ્તાવો થાય છે. - રવિ, ડમી વિદ્યાર્થી

SSCમાં વિજ્ઞાનના પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીઅોની સમજ શક્તિની કસોટી કરવામાં આવી છે
 
બોર્ડની પરીક્ષામાં એસએસસીમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયનું પ્રશ્નપત્ર એકંદરે સરળ નીકળ્યું હતું. આમછતાં કેટલાંક પ્રશ્નોમાં વિદ્યાર્થીઓની સમજશક્તિની કસોટી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પાસ થઇ જાય તેટલા ગુણ મેળવી શકશે પણ ખરેખર વિષયને સમજયા હશે તેવા વિદ્યાર્થીઓ સ્કોર કરી શકશે. ગોખણપટ્ટી કરનારા વિદ્યાર્થીઓ એવા પ્રશ્નો અઘરા લાગ્યા હશે. એમ વિદ્યાનગરની એસ.ડી.દેસાઇ હાઇસ્કૂલના શિક્ષક અલ્પેશ ભટ્ટે જણાવ્યું હતું. છતાં પરીક્ષા આપીને બહાર નીકળતાં વિદ્યાર્થીઓ ખુશ નજરે પડતાં હતા.આણંદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના જણાવ્યા અનુસાર શુક્રવારે ધો.10માં નોંધાયેલા 38,372 પૈકી 37,665 વિદ્યાર્થીએ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયની પરીક્ષા આપી હતી અને 707 વિદ્યાર્થી ગેરહાજર હતા. ધો.12ના 108 વિદ્યાર્થીએ કૃષિ વિષયની અને 29 વિદ્યાર્થીએ ગૃહવિજ્ઞાન વિષયની પરીક્ષા આપી હતી. 
 
આગળની સ્લાઇડમાં વાંચો,વિજ્ઞાનનું પ્રશ્નપત્ર અપેક્ષા કરતાં સરળ નીકળ્યું...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nadiad in Arrseted dummy student inStd 10 exams due Education department hastiness
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended