Home »Madhya Gujarat »Latest News »Nadiad» Nadiad In 3 Young Men With A Tractor-Trolley Fell Into The Water Of Canal

નડિયાદ: કેનાલમાં ટ્રેક્ટર-ટ્રોલી સાથે પડતાં એક ડૂબ્યો, 3 યુવકોનો બચાવ

Bhaskar News, Nadiad | Jan 06, 2017, 08:11 AM IST

  • પાણીમાંથી ટ્રેક્ટર-ટ્રોલી બહાર કઢાઈ
નડિયાદ:ઠાસરા તાલુકાના આગરવા નાટીથી ટ્રેક્ટર-ટ્રોલી લઈને ચાર યુવકો ગુરૂવારે બપોરે બાલાસિનોર જઈ રહ્યા હતા. ટ્રેક્ટર બાધરપુરા પાસેથી પસાર થઈ રહ્યુ હતું ત્યારે ટ્રેક્ટરચાલક કાબુ ગુમાવી દેતાં રોડની સાઈડમાં આવેલ કેનાલમાં ટ્રેક્ટર ખાબક્યુ હતું. આ સાથે ચાર યુવકો પણ પાણીમાં તણાયા હતા. જેમાં ત્રણ યુવકો તરીને બહાર નીકળી ગયા હતા. જ્યારે એક યુવક હજુ પણ પાણીમાં ગરકાવ છે. આ યુવકની શોધખોળ સ્થાનિક તરવૈયાઓ દ્વારા મોડી સાંજ સુધી હાથ ધરાઈ હતી. પરંતુ તેનો કોઈ જ પત્તો મળ્યો નહતો. 
 
ટ્રેક્ટરચાલક ટ્રેક્ટર પરનો કાબુ ગુમાવી દેતાં ટ્રેક્ટર – ટ્રોલી સાથે કેનાલના પાણીમાં ખાબક્યુ 
 
સેવાલિયાના પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ પ્રેમજીભાઈ અને કાનજીભાઈએ જણાવ્યુ હતું કે, ઠાસરા તાલુકાના આગરવા નાટી ગામમાં રહેતા ભરતભાઈ ગોતાભાઈ રાઠોડ (ઉં.વ.30), હર્ષદ રાજેશભાઈ રાઠોડ (ઉં.વ.30), કલ્પેશ કાનજીભાઈ રાઠોડ (ઉં.વ.25) અને વિક્રમભાઈ  મોહનભાઈ રાઠોડ (ઉં.વ.30) ગુરૂવારે બપોરે આગરવાથી ટ્રેક્ટર-ટ્રોલી લઈને લાકડાના કામ અર્થે બાલાસિનોર જવા નીકળ્યા હતા. રોજીંદા પ્રમાણે ટ્રેક્ટર-ટ્રોલી લઈને ગળતેશ્વર તાલુકાના બાધરપુરા પાસેથી પસાર થતી કેનાલના રસ્તા પરથી ટ્રેક્ટર લઈને જઈ રહ્યા હતા તે સમયે ટ્રેક્ટરચાલક ટ્રેક્ટર પરનો કાબુ ગુમાવી દેતાં ટ્રેક્ટર – ટ્રોલી સાથે કેનાલના પાણીમાં ખાબક્યુ હતું.
 
ત્રણેય યુવકોને સારવાર અર્થે ઠાસરાની હોસ્પિટલમાં ખસેડાયા 
 
જેની સાથે ઉપરોક્ત ટ્રેક્ટરમાં બેઠેલા ચારેય યુવકો પાણીમાં ગરકાવ થયા હતા. પરંતુ ભરત, હર્ષદ અને કલ્પેશ પાણીમાંથી બહાર નીકળ્યા હતા પરંતુ પાણીમાં પડવાથી તેમની તબિયત અસ્વસ્થ હોવાથી ત્રણેય યુવકોને સારવાર અર્થે ઠાસરાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે પાણીમાં ગરકાવ થઈ ગયેલ વિક્રમ રાઠોડની સ્થાનિક તરવૈયાઓ દ્વારા મોડી સાંજ સુધી શોધખોળ કરી હતી. જ્યારે આ ઘટનાની જાણ થતાં આગરવા સહિત આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 
 
આગળની સ્લાઇડમાં વાંચો,ક્રેઈનની મદદથી ટ્રેક્ટર-ટ્રોલી બહાર કઢાઈ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Nadiad In 3 young men with a tractor-trolley fell into the water of canal
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext