Home »Madhya Gujarat »Latest News »Nadiad» Car Accident Took Place At Nadiad, Mother And Son Dead By Drowning Into Water Canal

નડિયાદ: ફિલ્મી ઢબે કાર 4 પલટી ખાધા બાદ કેનાલમાં ખાબકી, માતા-પુત્રના મોત

Bhaskar News, Nadiad | Apr 21, 2017, 00:33 AM IST

  • કાર ચાર પલટી ખાધા બાદ કેનાલમાં પડી
સેવાલિયા/નડિયાદ:ઠાસરા તાલુકાના બાધરપુરા-થર્મલ મહિકેનાલ રોડ પર આવેલા રસુલપરુ પડાલ ગામની સીમમાં ગુરૂવારે સવારે એક ગાડી કેનાલમાં ખાબકતા માતા-પુત્રનું પાણીમાં ડુબી જવાથી મૃત્યુ થયું હતું. ગાડીામાં બેઠેલા માતા-પુત્ર પોતાના પિયર બળેવિયામાં ભાઇના ઘરે લગ્ન પતાવી પરત ફરતા આ ઘટના બની હતી. આ બન્ને મૃતદેહોને ક્રેઇન વડે બહાર કાઢવામાં આવ્યા હતા. ગળતેશ્વર પોલીસના જણાવ્યા અનુસાર તાલુકાના વાડદ તાબે તરગૈયા-હરિપુરા ગામના ગણપતસિંહ પ્રભાતસિંહ પરમારના ભાઇ રમણભાઇ ઉર્ફે રમેશસિંહ પરમાર(ઉ.વ.50) મામાના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી તેઓ પોતાની ગાડી લઇ બળેવિયા ખાતે ગયા હતા.
 
કાબૂ ગુમાવતા ગાડી ચાર પલ્ટી ખાઇ ગઇ
 
દરમિયાન બુધવારે રાત્રે લગ્ન પતાવીને ગુરૂવારે સવારે રમેશસિંહ તથા તેમની માતા નંદાબહેન (ઉ.વ.70) પોતાના વતા તરગૈયા તરફ જવા નિકળ્યાં હતા. તેઓ કાર લઇને બાધરપુરા-થર્મલ મહિકેનાલ રોડ પરથી પસાર થઇ રહ્યાં હતા. ત્યારે રમેશસિંહે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી ચાર પલ્ટી ખાઇને મહિ કેનાલમાં ખાબકી હતી. સ્થાનિકોએ ભારે જહેમત બાદ કેનાલમાં પડેા ગાડીમાંથી રમેશસિંહ તથા તેમની માતા નંદાબહેને બહાર કાઢીને રેફરલ હોસ્પિટલમાં મોકલતા ત્યાં ફરજ પરના તબિબે માતા-પુત્રને મૃત જાહેર કર્યા હતા.
 
108 વાન મોડી પડી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Car accident took place at Nadiad, Mother and son dead by drowning into water canal
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended