Home »Madhya Gujarat »Latest News »Nadiad» Misbehave With Handicapped At Nadiad Civil Hospital

નડિયાદ: સિવિલમાં વિકલાંગો સાથે દૂર્વ્યવહાર, કલાકો સુધી ભૂખ્યા રખાયા

Bhaskar News, Nadiad | Apr 20, 2017, 03:01 AM IST

  • નડિયાદ: સિવિલમાં વિકલાંગો સાથે દૂર્વ્યવહાર, કલાકો સુધી ભૂખ્યા રખાયા,  nadiad news in gujarati
નડિયાદ:નડિયાદની સિવિલ હોસ્પિટલમાં વિકલાંગતાનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેલા 100થી વધુ અરજદારોને સવારે આઠ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી ભૂખ્યા તરસ્યા ટળવળવાનો વારો આવ્યો હતો. પરંતુ તબિબો હાજર ના હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ તબિબો સામે રોષની લાગણી ફટકારી હતી.
 
આ અંગેની વધુ માહિતી આપતાં સુરેશભાઇ પટેલે જણાવ્યું કે, બુધવારે વિકલાંગતાની તપાસણી કરી પ્રમાણપત્ર અપાય  છે. સવારે નવ વાગ્યાથી પ્રમાણપત્ર આપવાનું શરૂ થાય છે. જેથી અરજદારો વહેલી સવારથી જ ઘરેથી નિકળીને સિવિલ હોસ્પિટલમાં કેસ કઢાવી લાઇનોમાં ઉભા રહી જાય છે. બુધવારે પણ સવારથી જ પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારો આવ્યા હતા. 
 
પરંતુ ડોકટર સાહેબ આવે છે તેમ કહીને અરજદારોને બેસાડી રખાયા હતા. એક જ કલાકમાં સાહેબ આવી જશે ઓપરેશનમાં ગયા છે. તેમ જણાવીને બેસાડી રાખવામાં આવ્યા હતા. જોત જોતામાં આ એક કલાક છ કલાકમાં ફેરવાઇ ગયા. વિકલાંગ દર્દીઓ છેવટે કંટાળીને જયાં જગ્યા મળી ત્યાં જ આડા પડી ગયા હતા. આખો દિવસ ભૂખ્યા અને તરસ્યા રહેવાનો વારો આવ્યો હતો. ત્રણ વાગ્યા બાદ આ અરજદારોને પ્રમાણપત્ર આપવાનું શરૂ કર્યું હતું. અને બપોરે ચાર વાગ્યા બાદ તેઓને આ પ્રમાણપત્ર મળ્યાં હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Misbehave with Handicapped at Nadiad Civil hospital
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended