Home »Madhya Gujarat »Latest News »Nadiad» LPG Connections Will Be Given In District Including Nadiad

નડિયાદ સહિત જિલ્લામાં LPG ગેસના 1.65 લાખ જોડાણ અપાશે

Bhaskar News, Nadiad | May 17, 2017, 04:38 AM IST

  • નડિયાદ સહિત જિલ્લામાં LPG ગેસના 1.65 લાખ જોડાણ અપાશે,  nadiad news in gujarati
નડિયાદ:ખેડા જિલ્લામાં ડિસેમ્બર-17 સુધી એલપીજી ગેસના 1.65 લાખ જોડાણો આપવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ 32 હજાર જેટલા જોડાણો આપી દેવામાં આવ્યા છે. તેમ ઓઇલ ઇન્ડસ્ટ્રિઝના નોડલ ઓફિસરે જણાવ્યું હતું. 

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અન્વયે BPL પરિવારોને લાભ અપાશે

આ અંગેની વધુ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દેશભરમાં બી.પી.એલ. પરિવારની મુખ્ય મહિલા દિઠ રૂ.1600/-ની સબસીડી સાથે ડિપોઝીટની રકમ ભર્યા વિના એલ.પી.જી. ગેસનું જોડાણ આપવામાં આવે છે.  ઓઇલ ‘‘આ યોજનામાં દરેક એલ.પી.જી. જોડાણ વિનામુલ્યે આપવામાં આવે છે અને તેમા 14.2 કિલોગ્રામ એલ.પી.જી. સિલિન્ડર સીક્યુરીટી ડિપોઝીટ, પ્રેશર રેગ્યુલેટર, સુરક્ષા પાઇલ, ડિ.જી.સી.સી. પુસ્તીકાનો સમાવેશ થાય છે. 

બોટલ અને રેગ્યુલેટરની સિક્યુરીટી ડિપોઝીટ ભરવાની રહેતી નથી. ઉજ્જવલા યોજનાના માધ્યમથી પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્ધારા દેશભરના આર્થિક રીતે જરૂરીયાતમંદ પરિવારજનોને સ્વચ્છ અને કુદરતી એલ.પી.જી ગેસ પુરો પાડવાની નેમ છે. નડિયાદ શહેર સહિત સમગ્ર ખેડા જિલ્લામાં બી.પી.સી.એલ., એચ.પી.સી.એલ અને આઇ.ઓ.સી.એલ.ની એજન્સીઓ દ્ધારા આ જોડાણ સરળતાથી ઉપલબ્ધ છે. આ માટે તમારા રહેઠાણની નજીકની ગેસ એજન્સી અથવા તમારા તાલુકાની મામલતદાર કચેરીનો સંપર્ક સાધવા જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: LPG Connections Will Be Given In District Including Nadiad
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended